![]() |
| Image:Pixabay |
ધરતી પર તમે ઘણાં પેટ્રોલ પંપ જોયા હશે, પરંતુ હવે ટૂંક સમયમાં જ અંતરિક્ષમાં પણ પેટ્રોલ પંપ ખુલવા જઈ રહ્યું છે. આ પેટ્રોલ પંપ પૃથ્વી પરના પેટ્રોલ પણ જેવો નહીં હોય. આ એક ખાસ પ્રકારનું ગેસ સ્ટેશન હશે. અમેરિકન સ્ટાર્ટઅપ કંપની ઓર્બિટ ફેબ આ ગેસ સ્ટેશન ખોલવા જઈ રહી છે. તેના ઉદઘાટન સાથે લાંબા અંતરની મુસાફરી કરતા ઉપગ્રહોને ઇંધણની અછતનો સામનો કરવો પડશે નહીં કારણ કે તેમને અંતરિક્ષમાં જ ઇંધણ ભરવાની સુવિધા મળશે. કંપનીએ આ રિફ્યુઅલિંગ સ્ટેશનનું નામ તેનઝિંગ ટેન્કર-001 રાખ્યું છે.
રિફ્યુઅલિંગ સ્ટેશન ટ્રાન્સપોર્ટર દ્વારા તરિક્ષમાં મોકલવામાં આવ્યું
તેનઝિંગ ટેન્કર-001 એક પ્રોટોટાઈપ સ્પેસએક્સ દ્વારા ટ્રાન્સપોર્ટરનો ઉપયોગ કરીને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. આ ઉડાનનો હેતુ એ નક્કી કરવાનો હતો કે ટેન્કર એક સેટેલાઇટથી બીજા સેટેલાઇટમાં ઇંધણ ટ્રાન્સફર કરી શકે છે કે નહી.
ઈંધણ ભરવા માટે દેશે ચૂકવવા પડશે પૈસા
તેનઝિંગ ટેન્કર-001 માઇક્રોવેવના આકારનો છે. તેનું મુખ્ય કાર્ય પૃથ્વીનું અવલોકન અને હવામાનની માહિતી આપનારા ઉપગ્રહોમાં ઈંધણ ભરવાનું છે. તે પૃથ્વીની તસવીરો અને હવામાન સંબંધિત માહિતી પણ આપશે. ઓર્બિટ ફેબના આ યાનમાંથી ઈંધણ ભરવા માટે દેશ અથવા કંપનીએ પૈસા ચૂકવવા પડશે. તેનઝિંગ ટેન્કર-001માં એવા સેન્સર છે જેની મદદથી ઉપગ્રહમાં ઇંધણ ભરેલુ છે કે નહીં તે જાણી શકાય છે. ઇંધણ ભરાઈ જવા બાદ તે ઉપગ્રહથી અલગ થઇ અન્ય ઉપગ્રહોમાં ઇંધણ ભરવા માટે બહાર જશે.
4,000 થી વધુ સક્રિય ઉપગ્રહો
યુનિયન ઓફ કન્સર્ન્ડ સાયન્ટિસ્ટ્સનો અનુમાન છે કે હાલમાં ગ્રહની આસપાસ ભ્રમણકક્ષામાં 4,000થી વધુ સક્રિય ઉપગ્રહો છે. આ દાયકાના અંત સુધીમાં તે વધીને 1,00,000 થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં સંદેશાવ્યવહાર, ઇન્ટરનેટ, સંશોધન, નેવિગેશન અને પૃથ્વી અવલોકન માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહોનો સમાવેશ થાય છે.
એન્જિનને રિફ્યુઅલ કરીને આ પેટ્રોલ સ્ટેશન સેટેલાઇટ અથડામણમાં પણ ઘટાડો કરશે
આ સદી માટે લો અર્થ ઓર્બિટ માર્કેટિંગનો અંદાજ હોવાથી ઘણા બધા ઉપગ્રહોનું અસ્તિત્વ નવી તકો અને જોખમો બંને રજૂ કરશે. અથડામણ નિવારણ, સર્વિસ અને મેન્ટેનન્સ માટે, રિફ્યુઅલિંગ સિસ્ટમની જરૂર પડશે. એન્જિનને રિફ્યુઅલ કરીને આ પેટ્રોલ સ્ટેશન સેટેલાઇટ અથડામણમાં પણ ઘટાડો કરશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SE1HwpG

0 Comments