![]() |
|
image : Envato |
વોટ્સએપ તેના યૂઝર્સને નવા ફિચર્સ આપવા માટે સતત ફેરફારો કરી રહ્યું છે. હવે વોટ્સએપએ ટેક્સ્ટ એડિટિંગ ફીચર બહાર પાડ્યું છે. આ ફીચર પહેલા એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું. જો કે હાલમાં આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે. ટૂંક સમયમાં તે iOS માટે પણ રિલીઝ થઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ એડિટ મેસેજ ફીચર પર કામ કરી રહ્યું છે.
આ ફીચરની મદદથી યુઝર્સ ફોટો, વીડિયો, GIF ફાઈલમાં ફોન્ટ એડ કરી શકશે
વોટ્સએપ અપડેટ ટ્રેકર WABetaInfoએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે વોટ્સએપના નવા ક્રિએટિવ ટૂલ્સ યુઝર્સને નવા ફીચર સાથે રજૂ કરવામાં આવેલા નવા ટૂલ્સ અને ફોન્ટ્સનો ઉપયોગ કરીને ફોટો, વીડિયો અને GIF એડિટ કરવાની સુવિધા આપશે. ટેક્સ્ટ એડિટર હવે Android 2.23.7.17 અપડેટ સાથે પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. એટલે કે આ ફીચરની મદદથી યુઝર્સ ફોટો, વીડિયો, GIF ફાઈલમાં ફોન્ટ એડ કરી શકશે અને પોતાની ઈચ્છા મુજબ એડિટ પણ કરી શકશે. આ સિવાય યુઝર્સ ટેક્સ્ટના બેકગ્રાઉન્ડ કલર પણ બદલી શકશે. કેલિસ્ટોગા, કુરિયર પ્રાઇમ, ડેમિયન, એક્સો 2 અને મોર્નિંગ બ્રિઝ એ નવા ફોન્ટ્સમાં સામેલ છે જે બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
એડિટ ટેક્સ્ટ ફીચરનું iOS વર્ઝન બીટા ટેસ્ટર્સ માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
WABetainfoના અહેવાલ મુજબ વોટ્સએપ આગામી અઠવાડિયામાં વધુ યુઝર્સ માટે ટેક્સ્ટ એડિટિંગ ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કરશે. આવી જ સુવિધાનું પરીક્ષણ iOS ઉપકરણો પર પણ કરવામાં આવ્યું છે, તેથી એ કહેવું ખોટું નહીં હોય કે એડિટ ટેક્સ્ટ ફીચરનું iOS વર્ઝન બીટા ટેસ્ટર્સ માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
એડિટ મેસેજ ફીચર
વોટ્સએપ એક અન્ય નવા અપડેટ પર પણ કામ કરી રહ્યું છે જેના પછી યુઝર્સને મેસેજ એડિટ કરવાની સુવિધા મળશે. વોટ્સએપના આ ફીચરથી યુઝર્સ કોઈપણ ભૂલને ઝડપથી અને સરળતાથી ઠીક કરી શકશે. યુઝર્સ તેમના મેસેજ મોકલ્યાની 15 મિનિટની અંદર એડિટ કરી શકશે. એડિટ મેસેજને મેસેજ બબલની અંદર એડિટેડ લેબલ સાથે ચિહ્નિત કરવામાં આવશે. તે મેસેજ સાથે ફોરવર્ડેડ ટેગ જેવું દેખાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/40bjNaq

0 Comments