![]() |
અમેરિકાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની OpenAI ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. કંપની તેના યુઝર્સને હજારો ડોલરના ઇનામની ઓફર આપવાની વાતો માટે ચર્ચામાં છે. OpenAIએ દાવો કર્યો છે કે પોપ્યુલર ચેટબોટ મોડલ ChatGPTમાં કોઈપણ બગ હોવાની સંભાવના નથી. જો કોઈ બગની રિપોર્ટ કરવામાં આવે છે તો ChatGPTPની કંપની OpenAI બગ રિપોર્ટ કરનાર યુઝરને ઈનામ આપશે.
બગ રિપોર્ટ કરનારને ઈનામ આપવામાં આવશે
એક રિપોર્ટના આધારે હાલમાં OpenAI કંપની બગ બાઉન્ટી પ્રોગ્રામનો ભાગ બની છે. આ પ્રોગ્રામમાં કંપનીએ ચેટબોટ મોડલમાં બગ શોધવા માટે ઈનામની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે જો કોઈ બગ રિપોર્ટ કરવામાં આવશે તો રિપોર્ટિંગ કરનારને 20 હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે. ટેક કંપનીઓ ઘણીવાર પ્રોગ્રામર્સ અને એથિકલ હેકર્સને સોફ્ટવેર બગ રિપોર્ટ કરવાની તક આપવા માટે બગ બાઉન્ટી પ્રોગ્રામ્સમાં ભાગ લેતી હોય છે. આ પ્રોગ્રામ સિસ્ટમને લગતી ખામીઓ શોધવા અને તે ખામીઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
રિસર્ચર્સને આપવામાં આવી રહ્યું છે આમંત્રણ
કંપની બગ રિપોર્ટ માટે રિસર્ચર્સને આમંત્રણ આપી રહી છે. કંપની ઈચ્છે છે કે રિસર્ચર્સ ChatGPTના કામ કરવા અને થર્ડ પાર્ટી એપથી ડેટા શેર કરવાની પદ્ધતિનું રિવ્યુ કરે.
ChatGPT દ્વારા જનરેટ કરાયેલ ખોટા કન્ટેન્ટ સામેલ નથી
આ પ્રોગ્રામમાં OpenAIના ચેટબોટ મોડલ ChatGPT દ્વારા જનરેટ કરવામાં આવેલ કોઈપણ ખોટા કન્ટેન્ટનો સમાવેશ કર્યો નથી. લોકપ્રિય ChatGPT મોડલને ઇટલીમાં બેન કરી દેવામાં આવ્યું છે. પ્રાઈવેસી સાથે જોડાયેલી માહિતીને લીક કરવા બદલ ઇટલીની સરકારે ChatGPTની સેવાઓને બંધ કરી દીધી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/c30XdGA

0 Comments