એલોન મસ્કે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઇને ટક્કર આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ 'TruthGPT' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ચાલતી AI ઓફરિંગને પડકારવાના ધ્યેય સાથે તે આ યોજના તૈયાર કરી રહ્યા છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે આ AI દ્વારા મળતી મોટા ભાગની માહિતી સત્ય જ હશે.

માઇક્રોસોફ્ટ અને ગૂગલ પર ઉઠાવ્યા પ્રશ્નો 

એલોન મસ્કે એક ઇન્ટરવ્યુ દરમિયાન, માઇક્રોસોફ્ટ OpenAI અંગે AIને જૂઠું બોલવાની તાલીમ આપવા અંગે ટીકા કરી હતી.  તેણે ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ પર પણ ટીકા અને આરોપ કર્યા હતા. તેમણે ગૂગલના કો-ફાઉન્ડર પર AI સેફ્ટીને ગંભીરતાથી ન લેવાનો આરોપ લગાવ્યો હતો.

'TruthGPT' મોટા ભાગની સત્ય માહિતી જ આપશે 

ઇન્ટરવ્યુમાં, તેણે કહ્યું, "અમે બનાવેલ OpenAI કે જેને હું 'TruthGPT' કહીશ, કારણ કે તે મોટા ભાગે સત્યની શોધ કરી તમારા સુધી સત્ય માહિતી પહોંચાડશે. આ એક એવું AI છે જે બ્રહ્માંડની પ્રકૃતિને સમજવાનો પ્રયાસ કરે છે.

OpenAIમાં ત્રીજો વિકલ્પ બનાવવાનો પ્રયાસ 

મસ્કએ વધારેમાં કહ્યું કે, TruthGPT બ્રહ્માંડની પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરશે ઉપરાંત આ AI સુરક્ષા માટે શ્રેષ્ઠ માર્ગ તરફ દોરી જશે. તેમણે કહ્યું કે, આ OpenAIનું લોન્ચે Google અને Microsoft તરફથી હાલની ઓફરિંગ માટે ત્રીજો વિકલ્પ બનાવવાનો પ્રયાસ છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/h7BU2pu