નવી દિલ્હી, તા. 04 એપ્રિલ 2023 મંગળવાર

આપણી પૃથ્વી સૌરમંડળમાં છે અને બાકી ગ્રહોની જેમ જ આ પણ સૂર્યની આસપાસ ફરે છે. બાળપણથી જ આપણે ભણતા આવી રહ્યા છીએ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની ચારેબાજુ ચક્કર લગાવતી રહે છે. પૃથ્વીના ફરવાના કારણે જ દિવસ અને રાત થાય છે અને મોસમ બદલાય છે પરંતુ શું કોઈએ ક્યારેય તેને ફરતા જોઈ છે? જવાબ છે ના. પરંતુ એક વૈજ્ઞાનિકે આ વાતને લઈને નવી અને ચોંકાવનારી વાત કહી છે.

પૃથ્વીનું ફરવુ વૈજ્ઞાનિક રીતે સત્ય છે. તેમ છતા આપણે પૃથ્વીને ફરતી જોઈ શકતા નથી. માત્ર પૃથ્વી જ નહીં કોઈ પણ ગ્રહને ફરતા જોઈ શકતા નથી. પૃથ્વીને ફરતી જોવા અંગે નાસાના વૈજ્ઞાનિકોએ પણ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી કેમ કે તેના ફરવાની ગતિ ખૂબ ધીમી છે.

વૈજ્ઞાનિકે કર્યો દાવો

એક રિપોર્ટ અનુસાર મેરીલેન્ડમાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના એક વૈજ્ઞાનિક સ્ટીફન મર્કોવિત્ઝનું કહેવુ છે કે પૃથ્વીને ફરતા જોવુ અસંભવ નથી જોકે આની એક ચોક્કસ રીત અને નક્કી સમય છે. 

આ છે તે સમય

વૈજ્ઞાનિકે કહ્યુ કે પૃથ્વીને ફરતી જોવાનો સૌથી સારો સમય સૂર્યાસ્તનો સમય છે. લાંબા સમય સુધી સૂર્યાસ્તને જોવામાં આવે તો તમને અનુભવાશે કે પૃથ્વી પર તમારુ સ્થાન ધીમે-ધીમે ફરી રહ્યુ છે.

એક રીત આ પણ છે

વૈજ્ઞાનિકે કહ્યુ કે પૃથ્વીને ફરતી જોવાની એક અન્ય રીત પણ છે. રાત્રે તમે ચંદ્ર અને તારાનું ધ્યાનથી અવલોકન કરશો તો આકાશમાં દૂર સુધી તમને ચમકદાર અમુક વસ્તુઓ જોવા મળશે. ધ્યાનથી જોવાથી આ ચમકતી વસ્તુ તમને ગતિશીલ લાગશે. હકીકતમાં આ વસ્તુઓમાં જોવા મળતી આ ગતિશીલતા જ પૃથ્વીના ફરવાનો અનુભવ છે.

પહેલા પણ થયા છે પ્રયોગ

અગાઉ પણ વર્ષ 1851માં વૈજ્ઞાનિક જીન ફોકોલ્ટે પેરિસમાં એક મેળામાં આ સંબંધિત એક પ્રયોગ બતાવ્યો હતો. ગ્રહોને ફરતા બતાવનારો આ પહેલો ઔપચારિક પ્રયોગ હતો. જોકે, સંશોધન ટીમ આ પ્રયોગના પરીક્ષણમાં પરિણામો પર પહોંચ્યો નહોતો. આ રીતે વૈજ્ઞાનિક સ્ટીફન મર્કોવિત્ઝના આ નવા પ્રયોગ અને સંશોધનના પ્રયોગનો વારો છે. આ પ્રયોગનું કસોટી પર ખરા ઉતરવાનું હજુ બાકી છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AwnHb7