
નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2023, શનિવાર
નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ એવું ઉપકરણ તૈયાર કર્યું છે જે વૈજ્ઞાનિકો દ્વારા અંતરિક્ષમાંથી હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવાની રીતમાં સુધારો કરશે. યુએસ સ્પેસ એજન્સીએ એલોન મસ્ક સાથે મળીને 7 એપ્રિલના રોજ TEMPO અથવા ટ્રોપોસ્ફેરિક એમિશન મોનિટરિંગ ઓફ પોલ્યુશન ઈન્સ્ટ્રુમેન્ટ નામનું એર-ક્વોલિટી મોનિટર લોન્ચ કર્યું હતું.
3 મુખ્ય પ્રદુષકો પર નજર
NASA એ અહેવાલ આપ્યો છે કે NASA-Smithsonian Instrument TEMPO એ પ્રથમ અંતરિક્ષ આધારિત ઉપકરણ છે જે દર કલાકે 4 ચોરસ માઈલના મુખ્ય વાયુ પ્રદુષકોનું નિરીક્ષણ કરશે. યુએસ સ્પેસ એજન્સીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે TEMPO દક્ષિણ અમેરિકાના દિવસની હવાની ગુણવત્તાનો કલાકદીઠ રિપોર્ટ આપશે. તે ત્રણ મુખ્ય પ્રદૂષકો પર નજર રાખશે અને શહેરમાં વધી રહેલા પ્રદૂષણ અંગે ચેતવણી આપશે.
ખાસ પ્રકારના યંત્રો લાગેલા છે
મળતી માહિતી મુજબ, ટેમ્પોમાં ખાસ સાધનો લગાવવામાં આવ્યા છે, જે દિવસ દરમિયાન એટલે કે પ્રકાશમાં દર કલાકે ઉત્તર અમેરિકાની ઉપરથી પસાર થશે. તે દર વખતે 10 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વાયુ પ્રદૂષણના સ્તરનો આંકડો રેકોર્ડ કરશે. તેની રેન્જ એટલાન્ટિક મહાસાગરથી પેસિફિક મહાસાગર અને મધ્ય કેનેડાથી મેક્સિકો સિટી સુધીની હશે. તે બોલ એરોસ્પેસ દ્વારા બનાવેલ મોટા વોશિંગ મશીનના કદનું ઉપકરણ છે. તેને મેક્સાર દ્વારા બનાવવામાં આવેલ ઈન્ટેલસેટ 40E ઉપગ્રહ સાથે જીઓસ્ટેશનરી ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
શું છે જિયોસ્ટેશનરી કક્ષા
હાર્વર્ડ એન્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિજિક્સના એક વાતાવરણીય ભૌતિકશાસ્ત્રી કેરોલીન નોવલનના જણાવ્યા અનુસાર જિયોસ્ટેશનરી ઓર્બિટ એક સામાન્ય કક્ષા છે જે હવામાન અને સંચાર ઉપગ્રહો માટે જાણીતી છે. . જો કે હજુ સુધી વાયુઓને માપવા માટે હવાની ગુણવત્તાનું સાધન નહોતું. હાલના પ્રદૂષણ-નિરીક્ષણ ઉપગ્રહો પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં છે. આનો અર્થ એ છે કે તેઓ ચોક્કસ સમયે દિવસમાં માત્ર એક જ વાર માહિતી આપી શકે છે. નોવલને કહ્યું હતું કે ટેમ્પો વિશેની એક સરસ વાત એ છે કે તે દિવસના દરેક કલાક વિશે માહિતી આપે છે.
સમગ્ર વિશ્વમાં ગંદી હવાથી બચવાના પ્રયાસો
છેલ્લા 30 વર્ષથી સમગ્ર વિશ્વમાં ગંદી હવાને સાફ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મોટી-મોટી ફેક્ટરીઓ અને વાહનોમાંથી નીકળતો ધુમાડો લોકોના આરોગ્યને બગાડી રહ્યો હતો. યુ.એસ.માં હવાની ગુણવત્તા સૂચકાંકમાં સતત સુધારો થયો છે પરંતુ મોટાભાગની વસ્તી હજુ પણ ખરાબ હવામાં શ્વાસ લે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SNyEUpY
0 Comments