Image Twitter
તા. 4 એપ્રિલ 2023, મંગળવાર

ફ્રાંસની ફાઈટર જેટ બનાવતી કંપની ડૈસોએ રાફેલનુ નવુ વર્ઝન લોન્ચ કરી દીધુ છે. ટેસ્ટિંગ કર્યા પછી ગયા મહિને પહેલુ અપગ્રેટેડ રાફેલ ફ્રાંસીસી વાયુસેના (French Air Force)માં સામેલ કરવામાં આવ્યુ છે. આ ફાઈટર જેટનુ નામ રાફેલ એફ -4  છે. આ સમયે નાટો NATO દેશોમાં ફિનલેંન્ડમાં સામેલ થઈ રહ્યા છે. જેથી કરીને રુસ નારાજ છે. કારણ કે ફિનલેન્ડની સીમા તેને અડીને આવી છે.

રાફેલના નવા વર્ઝનથી ફ્રાંસીસી વાયુસેનામાં સામેલ થતા (NATO)નાટો દેશોની તાકાત વધી જાય છે. રુસની પાસે ફાઈટર જેટની સૌથી મોટી ફ્લીટ સુખોઈ સુ-27 ની છે. રુસ પાસે 359 ફાઈટર જેટ છે. શું ફ્રાંસનું નવુ રાફેલ એટલે કે F4.1 રુસના સુખોઈ સૂ-27 થી ભારે છે. પરંતુ એક વાત તો નક્કી જ છે કે રાફેલ નવુ છે.સૂ-27 લગભગ 37 વર્ષ જુનુ છે. 

રુસનું સૂ-27માં 10 હાઈ પ્વાઈંટસ હોય છે. જેમા ત્રણ પ્રકારના રોકે્ટસ, બે પ્રકારની હવાથી હવા મારવાની મિસાઈલ અને ત્રણ પ્રકારના બોમ્બ લગાવી શકાય છે. આ સાથે 150 રાઉન્ડ પ્રતિ મિનિટ ગોળીઓ છોડવાવાળી ગન હોય છે. સૂ-27 ને એક જ પાઈલોટ ઉડાવે છે. 

સુખોઈ સુ-27નું ખાલી વજન 16,380 કિલોગ્રામ છે. અને તેમાં 9400 કિલો ઇંધણ આવી શકે છે.  Su-27ની વધુમાં વધુ ઝડપ 2500 KM પ્રતિ કલાકની હોય છે. Su-27માં ત્રણ પ્રકારના બોમ્બ લગાવી શકાય છે. સામાન્ય બોમ્બ અથવા બે પ્રકારના ક્લસ્ટર બોમ્બ. આ ત્રણેય રશિયાના સૌથી ઘાતક બોમ્બમાંથી એક ગણવામાં આવે છે. 

Su-27 ફાઈટર જેટ વધારેમાં વધારે 62 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. તેની રેન્જ 3530 કિલોમીટરની છે. આ ફાઈટર પોતાની સાથે 4430 કિલો વજનના હથિયારો લઈ જઈ શકે છે. આ ફાઈટર જેટ 71.10 ફૂટ લાંબુ છે તેમજ 19.5 ફૂટ ઊંચું છે અને તેની પાંખો 48.3 ફૂટની છે.

Rafale F4.1 ફાઈટર જેટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે અપગ્રેડેડ રડાર સિસ્ટમ છે. બીજું હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લે ગણવામાં આવે છે. ત્રીજું તેમાં 1000 કિલોની AASM Hammer મિસાઈલ લગાવી શકાય છે. નવા જેટમાં ઇન્ફ્રારેડ સર્ચ અને ટ્રેક સિસ્ટમ લગાવવામાં આવી છે. એટલે કે દુશ્મન કોઈ પણ સંજોગોમાં છુપાઈ શકતો નથી તે પકડાઈ જશે.

Rafale F4.1ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને જમીન અને એરક્રાફ્ટ કેરિયર બંને પર તૈનાત કરી શકાય છે. એટલે કે નૌસૈનિક મિશન માટે અલગ ફાઈટર જેટની જરૂર પડતી નથી. આ ફાઈટર જેટને એક-બે લોકો ઉડાવી શકે છે. જો કે આ ફાઇટર જેટના વર્ઝન દ્વારા નક્કી કરી શકાય છે. 

Rafale F4.1 ની લંબાઈ 50.1 ફૂટ, પાંખો 35.9 ફૂટ અને ઊંચાઈ 17.6 ફૂટ છે. તેનું ખાલી વજન 9850 થી 10,600 કિગ્રા છે. સિંગલ સીટર જેટની ઇંધણ ક્ષમતા 4700 કિગ્રા છે, જ્યારે ડબલ સીટરની 4400 કિગ્રા છે. તેની મહત્તમ ઝડપ 1912 કિલોમીટર પ્રતિ કલાક છે. લડાઇ શ્રેણી 1850 કિગ્રા છે.

Rafale F4.1ની ફેરી રેન્જ 3700 કિમીની છે. અને તે વધુમાં વધુ 52 હજાર ફૂટની ઉંચાઈ સુધી જઈ શકે છે. અને મહત્વની વાત એ છે કે તેને સીધા ઉપર જવાની ઝડપ એટલી ઝડપી છે કે તે એક મિનિટમાં 60,000 ફૂટ સુધી જઈ શકે છે. તે 30 મિલિમીટર વાળી GIAT 30 ઓટોકેનનથી લગાવવામાં આવી છે. જે પ્રતિ મિનિટે 125 રાઉન્ડ ફાયર કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

આ ઉપરાંત તેમા સૌથી ખતરનાક હથિયાર એટલે કે પરમાણુ હથિયાર પણ લગાવી શકાય છે. આ હથિયારનું નામ Air-Sol Moyin Prote (ASMP-A)પરમાણુ  મિસાઈલ છે. તે એક ક્રુઝ મિસાઈલ છે. જેની ઝડપ જ સૌથી ઘાતક બનાવે છે. તેમજ આ  4939 થી 9878 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.

Rafale F4.1ની રડાર સિસ્ટમ જ તેને શક્તિશાળી ફાઈટર જેટ બનાવે છે. તે ઘણી લાંબે દુરથી આવતી મિસાઈલો, સ્ટીલ્થ ફાઈટર જેટ વગેરે જોઈ શકવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે એક વાત એ છે કે આના પર દુરથી જ કોઈ મિસાઇલો હુમલો કરી શકે છે. ઓનલાઈન યુદ્ધની દુનિયાના હિસાબે આ ફાઈટર જેટ શ્રેષ્ઠ છે. અને તેની સેટેલાઈટ્સ કોમ્યુનિકેશનની  ક્ષમતા ઘણી સારી છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mzRSVdC