![]() |
| Image Envato |
તા. 23 મે 2023, મંગળવાર
ઉનાળીની સિઝનમાં લોકો બહારથી આવી ઠંડક મેળવવા માટે એસીને 16 ડિગ્રી પર મુકી ઠંડક મેળવતા હોય છે. જો કે આવુ કરવાથી તમને ઠંડક તો જરુર મળશે પરંતુ તેના પછી તમારા એસીનું બીલ ભારેખમ આવી શકે છે. પરંતુ સાચી વાત કરીએ તો આવી આદત ખોટી છે આવું કરવાથી બીલ વધારે અને રુમમાં બેઠેલા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે.
કેટલું હોવું જોઈએ એસીનું લઘુત્તમ તાપમાન
બ્યુરો ઓફ એનર્જી એફિશિએન્સીના રિપોર્ટ પ્રમાણે રુમમાં બેઠેલા લોકો માટે રૂમમાં બેઠેલા લોકો માટે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી યોગ્ય છે. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર નહી પડે અને વીજળીનું બીલ પણ વધારે નહી આવે. બીઈઈના કહેવા પ્રમાણે જો તમે 16 અથવા 18 ડિગ્રી તાપમાન પર એસી ચલાવો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહેલી છે. એસી બનાવતી કંપનીઓના કહેવા પ્રમાણે એસીનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી પર હોવુ જોઈએ.
આ રીતે એસીનો ઉપયોગ કરવાથી થશે ફાયદો
- ACને 16 કે 18 ડિગ્રી પર સેટ કરવાને બદલે તેને 24 કે 26 ડિગ્રી પર સેટ કરો.
- આમ કરવાથી તમે વીજળીના બિલમાં 25 થી 35 ટકાની રાહત મળી શકશે. આ સાથે પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ સારુ રહેશે.
- ACનું તાપમાન 1 ડિગ્રી વધારવાથી 3 થી 4 ટકા વીજળીનો ઓછો વપરાશ થાય છે.
- સતત લાંબા સમય સુધી AC નો ઉપયોગ કરવો જોઈએ નહી. જરૂર ન હોય ત્યારે AC બંધ રાખો.
- AC વાળા રૂમને સારી રીતે ઇન્સ્યુલેશન કરાવો, જેના કારણે ઠંડી હવા બહાર ન જાય અને કુલિંગ સારુ રહેશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XRPr90o

0 Comments