
વોશિંગ્ટન, 8 મે,2023,સોમવાર
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પૃથ્વી ઉપરાંતના ગ્રહ પર જીવન હોવાના સંશોધન પર વિશેષ ભાર મુકી રહી છે. આ પ્રકારના અંતરિક્ષ સંશોધનને મહત્વ આપવા માટે પૃથ્વીથી દૂર મોકલવા એક રોબોટ તૈયાર કરી રહ્યું છે. આ રોબોટનો આકાર સાપ જેવો છે. રોબોટ શનિના 83માં ચંદ્ર એન્સેલેડસ પર જશે. જે એન્સેલેડસની બરફની સપાટી પર તપાસ કરશે.
સપાટી સુધી નીચે ઉતરી શકે તે માટે જ રોબોટનો આકાર સાપ જેવો રાખવામાં આવ્યો છે. ભૂલ ભૂલૈયા પ્રકારનું વાતાવરણ હોયતો પણ અનુકૂળ રહી શકે તેવી ડિઝાઇન પસંદ કરવામાં આવી છે. આ રોબોટનું આખું નામ એકસોબાયોલોજી એકસટેંટ લાઇફ સર્વેયર (ઇઇએલએસ) આપવામાં આવ્યું છે.નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના જણાવ્યા અનુસાર ઇઇએલએસ સિસ્ટમ એક મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેટફોર્મ છે.

આ સિસ્ટમનું નિર્માણ એન્સેલેજસની આંતરિક સંરચનાઓનું આંકલન કરીને જીવન હોવાના પુરાવા એકત્ર કરવા માટે થયું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એન્સલેડસની બરફવાળી સપાટી ધારણા કરતા વધારે ચિકણી છે. તાપમાન શૂન્ય કરતા નીચે 300 ડિગ્રી ફેરનહિટથી પણ વધારે છે. વૈજ્ઞાનિકોને એવી શંકા છે કે બરફની સપાટી નીચે પુષ્કળ માત્રામાં પાણી જમા હોય તેવું બની શકે છે.
અગાઉ કેસિની અંતરિક્ષયાનના આંકડા અનુસાર સપાટી પરથી નિકળતો પ્લમ એટલે કે એ પ્રકારનો ધૂમાડો તરલ પાણીમાંથી આવે છે જે સંભવિત રહી તે મહાસાગર જેવી ઇમેજ આપે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇઇએલએસ પ્રોજેકટ લોંચ કરવાની કોઇ ડેટ લાઇન નકકી કરવામાં આવી નથી. આથી આ મિશન માટે હજુ સમય લાગશે. જો 16 ફૂટ લાંબા રોબોટનું પ્રક્ષેપણ સફળ થશે તો આકાશિય ગ્રહો અને તેની સંરચનાઓ જાણવા માટે સરળ રહેશે. જો કે શનિના ચંદ્ર નજીક પહોંચીને સંશોધન કરવું પડકાર સમાન છે. અવકાશ વિજ્ઞાન પડકારોથી ભરેલું છે જે મુશ્કેલીઓમાંથી માર્ગ શોધે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9Pa7xjO
0 Comments