Image NASA Twitter 


તા. 17 મે 2023,  બુઘવાર 

અંતરિક્ષમાં ફરવું એસ્ટરોયડ ખગોળશાસ્ત્રમાં આજના સમયમાં લોકોને વધુ રુચીનો વિષય બની ગયો છે. કારણ કે હમણા કેટલાક દિવસોથી એસ્ટરોઇડના રૂપમાં મોટા પથ્થરો પૃથ્વી પરથી લાખો કિલોમીટરની ઝડપથી પસાર થઈ રહ્યા છે. અને તેથી આવા સમયે આવા પથ્થરો પર નજર રાખવી જરુરી છે. કારણ કે અવકાશમાં શોધ અને સંશોધન કરનારી અમેરિકન એજન્સી નાસાના મતે એસ્ટરોઇડ પૃથ્વી માટે મોટો ખતરો થઈ શકે છે. અને તેમા જો કોઈ લઘુગ્રહ પૃથ્વીથી ટકરાય તો ભારે નુકસાન થઈ શકે છે. નાસાએ આજે ​તા. 17 મેના રોજ 1 કે 2 નહીં પરંતુ 3 એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવી રહ્યા હોવાની ચેતવણી જાહેર કરી છે. અને એક જ દિવસમાં 3 એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવવુ કોઈ મોટા ખતરાની નિશાની છે કે શું? આવો તેના વિશે વિગતે જાણીએ.

આજે પૃથ્વીની નજીક 3 મોટા એસ્ટરોઇડ આવી રહ્યા છે

અંતરિક્ષમાં સૂર્યની પરિક્રમા કરતા એસ્ટરોઇડ સતત પૃથ્વી પાસે આવી રહ્યા છે અને તેની નજીકથી પસાર થઈ રહ્યા છે. જેમા નાસાએ આજે પૃથ્વીની નજીક 3 મોટા એસ્ટરોઇડ આવવાની ચેતવણી આપતી જાહેરાત કરી છે. 

આ એસ્ટરોઇડ પૃથ્વીથી 2,170,000 કિલોમીટર દુર હશે.

અવકાશમાં એસ્ટરોઇડ પર સતત નજર રાખી રહેલા નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા આ ત્રણેય એસ્ટરોઇડ બાબતે જાણકારી આપવામાં આવી છે. JPL પ્રમાણે આજે 2023 JS1 નામનો એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે. આ એસ્ટરોઇડ 39 ફૂટ લાંબો છે એટલે કે લગભગ એક બસ જેટલુ કદ છે. તેની ઝડપ પ્રતિ કલાક 28 હજાર કિલોમીટરથી વધુ હોવાની જાણકારી આપવામાં આવી છે. આ સમયે તે પૃથ્વીની ખૂબ  જ નજીક હશે, અને તે વખતે તે પૃથ્વી 2,170,000 કિલોમીટર દુર હશે.

નાસાએ આ ત્રણેય એસ્ટરોઇડની ટક્કર અંગે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી

JPL દ્વારા અન્ય એક એસ્ટરોઇડ 2023 JT2 પણ આજે ​​પૃથ્વીની નજીક આવી રહ્યુ હોવાની ચેતવણી આપી છે. અને આ પણ  30 ફૂટનો એસ્ટરોઇડ છે જે બસની સાઈઝ જેટલો મોટો છે. અને તે  2,650,000 કિલોમીટર દુરથી પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. પરંતુ આ સિવાય અન્ય એક ત્રીજો એસ્ટરોઇડ (લઘુગ્રહ) પણ પૃથ્વીની ખૂબ જ નજીક આવી રહ્યો છે. તેનું નામ 2023 JC3 છે. તેમજ તેની સાઈઝ પણ 63 ફૂટની છે. આજે  આ ત્રણેય લઘુગ્રહ પૃથ્વીની નજીક આવી રહ્યા છે. પરંતુ શું આજે પૃથ્વી પર કોઈ મોટી તબાહી મચવાની છે ? પરંતુ હાલમાં નાસાએ આ ત્રણેય એસ્ટરોઇડની ટક્કર અંગે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. હા, આ બાબતે એમ પણ કહેવાય છે કે ભય ક્યારે આવવાનો છે તે કોઈ જાણતુ  નથી. અને જો કોઈ હોનારત થાય તો પૃથ્વી પર મોટી આફત આવી શકે છે.  



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iuTgyPc