બીજિંગ, તા. 02 મે 2023 મંગળવાર

ચીનના જુરોંગ રોવરના નવા આંકડા અનુસાર મંગળ ગ્રહ પર 400,000 વર્ષ પહેલા મોટા પ્રમાણમાં પાણી હાજર રહ્યુ હશે. આ પાણી ગ્રહના રેતીના ટેકરામાં પીગળેલા બરફના રૂપમાં હાજર હતુ.  2021ની શરૂઆતમાં જુરોંગ રોવરના લાલ ગ્રહ પર ઉતર્યા બાદથી રોવરે મંગળ ગ્રહ વિશે આપણને ખૂબ જાણકારી મોકલી છે. દાયકાઓથી આપણને એ જ જાણ છે તે મંગળ ગ્રહ પર પ્રાચીન નદીઓ રહી છે અને અત્યાર સુધી એ વિચારવામાં આવ્યુ કે મંગળ ગ્રહ પર હાજર અંતિમ પાણી કોઈ 300 કરોડ વર્ષ પહેલા જ સૂકાઈ ગયુ હતુ.

ગયા વર્ષે આ અનુમાન પણ ફગાવી દેવાયુ જ્યારે જુરોંગ રોવરે અમુક પુરાવાના આધારે આ જાણકારી આપી કે તાજેતરના 70 કરોડ વર્ષ પહેલા સુધી મંગળ ગ્રહ પર પાણી હાજર હોઈ શકે છે. જુરોંગે છેલ્લા ઘણા વર્ષોમાં યુટોપિયા પ્લેનિટિયાની તપાસ કરી છે. આ મંગળ ગ્રહની સપાટી પર એક વિશાળ મેદાન છે, જેના 3,300 કિલોમીટર દૂર, સૌર મંડળનું સૌથી મોટુ ઈમ્પેક્ટ બેસિન છે. 

મિશન પર કામ કરી રહેલા ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સની ટીમ અનુસાર આ મિશન ગ્રહ પર હાજર જીવનના સંકેતોની શોધ માટે ભવિષ્યના એક્સપ્લોરેશન મિશનો માટે મહત્વનો પુરાવો આપે છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ ટેકરાઓ પર પાતળા, ફાટેલા ક્રસ્ટ્સ અને કણોના જૂથો લપેટાયેલા હોય છે.

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના એક વૈજ્ઞાનિક અને શોધના એક લેખક શિયાઓગુઆંગ કિનનું કહેવુ છે કે રેતીના ટેકરા ખૂબ આધુનિક લેન્ડફોર્મ છે. ટેકરા પર બનેલા પોપડાઓએ રેતીના ટેકરાઓને જમાવી દીધા છે અને તેના કારણે તે હલી શકતા નથી.

આ નવા પુરાવાથી જાણ થાય છે કે લાલ ગ્રહ પર 14 લાખથી 4 લાખ વર્ષ પહેલાની વચ્ચે, બરફ જમા રહ્યો હશે. રેતાની ટેકરા પર જમા ખનીજોનું હોવુ, ત્યાં પાણીની હાજરીના સંકેત આપે છે. આ કણોમાં સલ્ફેટ્સ, સિલિકા, આયર્ન ઓક્સાઈડ અને ક્લોરાઈડ જેવા પદાર્થ સામે આવ્યા છે. સંશોધનકર્તા અનુસાર જ્યારે તાપમાન ફ્રૉસ્ટ પોઈન્ટથી નીચે જતુ રહ્યુ તો પાણી બાષ્પ ટેકરા પર બરફના રૂપમાં જામી ગયુ. આ રીતે ટેકરા પર તિરાડો અને પોપડા બન્યા. જોકે, અન્ય સંશોધનકર્તાઓએ આ ટીમના તર્કોને યોગ્ય માન્યા છે, પરંતુ હજુ પણ શક્યતા છે કે આ ટેકરા કોઈ અન્ય ભૂગર્ભીય પ્રક્રિયાથી બન્યા હતા.  



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fc0LP4