જો તમને પણ પરિવારના કોઈ સદસ્યનો ફોન આવે છે અથવા કોઈ મિત્રનો વૉઇસ મેસેજ આવે છે, તો પહેલા તેના પર વિશ્વાસ ન કરો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. લોકોને છેતરવાની ઠગોની આ નવી રીત છે. આ ઠગો હવે સગા-સંબંધીઓના અવાજની નકલ કરીને લોકો પાસે પૈસા પડાવે છે. સ્પામ કોલ રોકવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારને હજુ મોટા પ્રમાણમાં સફળતા મળી રહી નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા પણ આ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

વૉઇસકોલ કૌભાંડ 

TRAI એ સ્પામ કૉલ્સને બ્લોક કરવા માટે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કર્યો હતો પરંતુ તે પણ એટલું બધું સફળ રહ્યું ન હતું. હવે છેતરપીંડીની આ નવી રીતમાં સ્પામ વોઈસ કોલ માત્ર AI દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક સાયબર સિક્યોરિટી એજન્સીના નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટમાં કહ્યું છે કે, દેશના 83 ટકા મોબાઈલ એ શોધી શકતા નથી કે સ્પામ કોલ મશીન દ્વારા કરવામાં આવી રહ્યો છે કે કોઈ માણસ દ્વારા. રિપોર્ટ અનુસાર, આ ફ્રોડ અવાજ બદલીને લોકો કરવામાં આવે છે. અવાજ ઓળખી ન શકવાના કારણે લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે.

આ સર્વેમાં સાત દેશોના લોકોએ ભાગ લીધો 

આ સર્વેમાં 7,054 લોકો જોડાયા હતા જેમાં ભારતમાંથી લગભગ 1000 લોકોનો સમાવેશ થાય છે. આ સર્વેમાં સાત દેશોના લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં ભારતીય લોકોએ કહ્યું કે તેમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સૌથી વધુ સ્પામ કોલ આવે છે.

 લગભગ 47 ટકા ભારતીયો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મશીન દ્વારા લોકોના અવાજની નકલ કરવામાં આવી રહી છે અને પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથે કોલ કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ એક પ્રકારનો વોઈઝ કૌભાંડ છે. લગભગ 47 ટકા ભારતીયો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. 83% ભારતીયો દાવો કરે છે કે ફોન પર અવાજ ઓળખાતો ન હોવાને કારણે તેમને વધુનું નુકસાન થયું છે.

AI અને વાસ્તવિક અવાજ ઓળખવામાં મુશ્કેલી પડે છે

સર્વેમાં સામેલ 69 ટકા ભારતીયોએ કહ્યું કે, તેઓને AI અને વાસ્તવિક અવાજ ઓળખવામાં મુશ્કેલી પડે છે. તે જ સમયે, 66 ટકાએ કહ્યું કે, તેઓ મિત્રોના અવાજમાં મળેલા વૉઇસમેઇલ અથવા વૉઇસ નોટ મળે છે જેમાં મોટા ભાગના પૈસા પડવાને લગતા જ હોય છે.

અલગ અલગ બહાને તમારી સાથે થઇ શકે છે છેતરપીંડી

પૈસા માંગવાના બહાને 70 ટકા લોકો લૂંટાઈ જાય છે જેમાં જે વોઈસ-મેલ આવે છે તેમાં એવો દાવો કરવામાં આવે છે કે તેઓની સાથ લૂંટ થઇ છે અને તેમને પૈસાની જરૂર છે. 69 ટકા મેસેજો કાર અકસ્માતો વિશે છે અને 65 ટકા ફોન ચોરી અથવા પર્સ ખોવાઈ જવા વિશે હોય છે. તો હવે જો તમને આવો કોઈ કોલ આવે તો પહેલા તેને ચેક કરો અને પછી જ મદદ માટે આગળ વધો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WSytmRo