![]() |
| Image NASA |
તા. 20 મે 2023, શનિવાર
પૃથ્વીની બહાર પણ જીવનની શોધમાં દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ એક્સોપ્લેનેટ્સ શોધી રહ્યા છે. એક એવો ગ્રહ કે જે આપણા સુર્યમાં નહી પરંતુ કોઈ બીજા અન્ય તારાની પરિક્રમા કરે છે. જેને એક્સોપ્લેનેટ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનુંં કહેવું છે કે કોઈ સ્ટાર સિસ્ટમમાં આવો ગ્રહ જોવા મળ્યો નથી. અને ત્યા જીવન શક્ય છે. જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં આ ગ્રહ વિશે વાત કરવામાં આવી છે. ખગોળશાસ્ત્રીઓને એક એક્સોપ્લેનેટની જાણકારી મળી છે. જે સક્રિય જ્વાળામુખીઓથી ઢંકાયેલ છે. આ એક્સોપ્લેનેટ પૃથ્વીના આકારનો છે. સંશોધકોનું માનવુ છે કે આ ગ્રહનો એક ભાગ પાણીમાં હોઈ શકે છે.
પૃથ્વીથી લગભગ 90 પ્રકાશ વર્ષ દુર ક્રેટર તારામંડળમાં આવેલો છે
આ એક્સોપ્લેનેટને એલપી 791-18 ડીના નામથી ઓળખવામાં આવે છે. જે પૃથ્વીથી લગભગ 90 પ્રકાશ વર્ષ દુર ક્રેટર તારામંડળમાં આવેલો છે. એલપી 791-18 ડી એક લાલ બોને તારેની પરિક્રમા કરે છે. અને તેમા ખાસ વાત એ છે કે આ ગ્રહના એક ભાગમાં પ્રકાશ છે તો બીજા ભાગમાં અંધારુ છે.
ગ્રહના અંધારાવાળા વિસ્તારમાં પાણી હોવાની સંભાવના દર્શાવે છે
અમેરિકા અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ ગ્રહ પ્રકાશવાળા ભાગમાં પાણી હોવાની સંભાવના નથી. જો કે સમગ્ર ગ્રહમાં જ્વાળામુખી એક્ટીવ છે. જે ગ્રહના અંધારાવાળા વિસ્તારમાં પાણી હોવાની સંભાવના દર્શાવે છે. જો કે ત્યા જીવન છે કે નહી તેની તપાસ કરવાની બાકી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/puK5ECz

0 Comments