Image:Pixabay

વોટ્સએપમાં અવારનવાર નવા ફીચર્સ એડ થતા હોય છે. ડિલીટ ફોર એવરીવન તેમનું એક ફીચર છે. આમાં મેસેજ મોકલનાર તે મેસેજને ડિલીટ કરી શકે છે. આ ડિલીટ થયેલું મેસેજ સેન્ડરની સાથે સાથે રિસીવરના મોબાઈલમાંથી પણ ડિલીટ થઇ જાય છે. આ ડિલીટ થયેલા મેસેજને એક ટ્રિકની મદદથી જોઈ શકાય છે. આ ડિલીટ થયેલા મેસેજને જોવા માટે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. ફોનની સેટિંગમાં એક નાનકડા ફેરફારથી આ મેસેજ વાંચી શકાય છે.

આ રીતે વાંચી શકાય છે ડિલીટ થયેલા મેસેજ

ડિલીટ થયેલા મેસેજ વાંચવા માટે મોબાઈલની નોટીફિકેશન હિસ્ટ્ર ઓન કરવાની રહેશે. સૌ પ્રથમ મોબાઈલની સેટિંગમાં જાઓ અને નોટિફિકેશન સર્ચ કરો. અહિયાં એડવાન્સ નોટિફિકેશનનું ઓપ્શન મળશે. આના પર ક્લિક કર્યા બાદ નોટિફિકેશન હિસ્ટ્રીનું ઓપ્શન મળી જશે. આ નોટિફિકેશન હિસ્ટ્રીને ઓન કરી દો.

કેટલીક સીમાઓ પણ છે 

હવે મોબાઈલ પર આવનારી તમામ નોટીફિકેશન હિસ્ટ્રી મળી જશે. અહિયાં તમામ ડિલીટ થયેલા મેસેજ વાંચી શકાય છે. જો કે આની કેટલીક સીમાઓ પણ છે જેમ કે કોઈપણ ડિલીટ થયેલી ફોટો, વીડિયો કે રીલ નહીં જોઈ શકાય. કોઈપણ URLને કોપી પણ નથી કરી શકાતું. આ URLને જોઈને ટાઈપ કરી શકાય છે. આ નોટિફિકેશન હિસ્ટ્રી આશરે 24 કલાક માટે જ રહે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xBVQ1NJ