Image Nasa 

તા. 12 એપ્રિલ 2023, શુક્રવાર 

એવુ કહેવામાં આવે છે કે ધરતી પરથી ડાયનાસોરનો ખાત્મો ઉલ્કાપિંડના કારણે થયો હતો. એટલા માટે જ્યારે ધરતીની નજીકથી કોઈ ઉલ્કાપિંડ ગુજરે છે ત્યારે લોકોના મનમાં એક ડર પેસી ગયો છે. કેટલાક લોકોએ આના પર પણ ભવિષ્યવાણી કરી છે કે આ દિવસે આ સમયે ધરતી પર ઉલ્કાપિંડ ટકરાશે અને ધરતી પર તબાહી મચી જશે. પરંતુ અત્યાર સુધી આવુ થયુ નથી. પરંતુ હવે ફરી એક ઉલ્કાપિંડ ધરતી પર ટકારાવવા જઈ રહ્યો છે. 

નાસાના  નિયર અર્થ ઓબ્જેક્ટસ પ્રમાણે આ ઉલ્કાપિંડની સાઈઝ 130 મીટર છે

આ બાબતે નાસાએ પુષ્ટી કરી છે. 12 મે ના રોજ  આ ઉલ્કાપિંડ ધરતી પર ખૂબ જ નજીકથી પસાર થવાનો છે. નાસાના  નિયર અર્થ ઓબ્જેક્ટસ પ્રમાણે આ ઉલ્કાપિંડની સાઈઝ 130 મીટર છે. એટલે કે તેને દિલ્હીના કુતુબ મીનાર સાથે સરખાવવામાં આવે તો તેના કરતા બમણુ ગણી શકાય. નાસા પ્રમાણે આ ઉલ્કાપિંડ ધરતીની બિલકુલ નજીકથી પસાર થઈ રહ્યો છે તેના કારણે સતત તેની પર નજર રાખવામાં આવી રહી છે.

ધીર ધીરે નજીક આવી રહ્યો છે ઉલ્ડાપિંડ

આ વિશાળ પથ્થર ખૂબજ ધીમી ગતિએ ધરતીની નજીક આવી રહ્યો છે. NEO ના લિસ્ટ પ્રમાણે આ ઉલ્કાપિંડ બીજા ઉલ્કાપિંડની સ્પીડ ખૂહ જ ધીમી છે. આ ધરતી પાસે 8.93 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડમાં આવી રહ્યો છે. આ પહેલા તેને 31 માર્ચ 2015માં સ્પોટ કરવામાં આવ્યો હતો. 

તો તબાહી મચી શકે છે.

જો કે આ ઉલ્કાપિંડ ટકરાવવાનો ચાન્સ ખૂબ જ ઓછા છે. પરંતુ જો આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે તેને ખેચી લે તો ધરતી પર ટકરાવાથી તબાહી મચી શકે છે. પરંતુ આવુ નહી થાય તો આવતા આઠ વર્ષ સુધી ધરતી પાસે નહી આવે. અને જો આજે નહી ટકરાય તો તેના પછી 13 જુલાઈ 2031માં ફરી તે ધરતીની નજીક આવશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JiQdkbY