image : wikipedia Les_Horribles_Cernettes

- ઈન્ટરનેટ પર જે પહેલો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો તે એક બેન્ડ ગ્રુપનો હતો

નવી દિલ્હી, તા. 13 મે 2023, શનિવાર

ઈન્ટરનેટ આજે આપણા તમામનું લઈફલાઈન બની ચૂક્યુ છે. તેના દ્વારા કામકાજ, સબંધો અને અનેક વસ્તુઓ એકદમ સરળ બની ચૂકી છે. આજે આપણે એક જ ક્લિક પર સાત સમુદ્ર પાર બેઠેલા સબંધી સાથે વાતચીત કરી શકીએ છીએ. ઘરે બેઠા-બેઠા ઓફિસના મોટા-મોટા નિર્ણયો લઈ શકીએ છીએ. આજે આપણે એ જાણીશુ કે, ઈન્ટરનેટ પર પહેલો ફોટો કોનો હતો અને તેને કોણે અપલોડ કર્યો હતો. 

ઈન્ટરનેટ પર જે પહેલો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો તે એક બેન્ડ ગ્રુપનો હતો જે Les Horribles Cernettesના નામથી ઓળખાતુ હતું. તેને CERNના કેટલાક કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવ્યુ હતું. આ ફોટોને Berners-Leeએ અપલોડ કર્યો હતો તેમાં 4 મહિલાઓ હતી. Berners-Lee એ જ વ્યક્તિ છે જેમણે 1989માં વર્લ્ડ વાઈડ વેબની શોધ કરી હતી. તેમણે CERNમાં કામ કરતા-કરતા Next કમ્પ્યૂટર દ્વારા WWWનો કોડ લખ્યો હતો. ત્યારે તેમનો હેતુ નોલેજને એક-બીજા સુધી પહોંચાડવાનો હતો.

Les Horribles Cernettesમાં તમામ મહિલાઓ જ હતી જેઓ પોપ, ડૂ-વોપ, કોમેડી, ફોક સોન્ગ વગેરે ગાતી હતી. આ બેન્ડ 2012 સુધી એક્ટિવ હતું જે હવે બંધ થઈ ગયું છે.

એક રિપોર્ટ પ્રમાણે ઈન્ટરનેટ દ્વારા 60 સેકન્ડમાં ગૂગલ પર લગભગ 60 લાખ વસ્તુઓ સર્ચ કરવામાં આવે છે. ટ્વીટર પર 60 સેકન્ડમાં 3,47,222 ટ્વીટ, મોબાઈલ દ્વારા 16 મિલિયન મેસેજ અને લગભગ 23 કરોડ 14 લાખ 58 હજાર 333 ઈ-મેઈલ, યુટ્યૂબ પર 500 કલાકનું કન્ટેન્ટ અપલોડ, ઈન્સ્ટાગ્રામ પર 65,972 ફોટો અને વીડિયો અપલોડ, ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન દ્વારા લોકો 3,592 કરોડની શોપિંગ એક મિનિટમાં કરી લે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KMwbu5G