સૌરમંડળમાં સૌથી વધુ ચંદ્ર ધરાવતા ગ્રહોમાં ફરી શનિએ પોતાનું સ્થાન મેળવી લીધું છે. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં એવું બન્યું હતું કે આ સ્થાન ગુરુ ગ્રહે છીનવી લીઘુ હતું. ગુરુ 95 ચંદ્ર સાથે નંબર વન પર પહોંચી ગયો હતો. પરંતુ હવે 62 નવા ચંદ્ર મળતા શનિ ગ્રહના કુલ ચંદ્રની સંખ્યા 145 થઈ ગઈ છે.  તેની સાથે જ શનિ સૌથી વધુ ચંદ્રો ધરાવતો ગ્રહ બની ગયો છે. હાલ સુધી બીજા કોઈ ગ્રહ પાસે આટલી મોટી સંખ્યામાં ચંદ્ર નથી.


ગુરુ ગ્રહને પાછળ છોડી ફરી શનિએ પોતાનું સ્થાન લીધું 

ફેબ્રુઆરી મહિનામાં ગુરુની આસપાસ 12 નવા ચંદ્રો મળી આવ્યા હતા. ત્યારબાદ તેમના ચંદ્રોની સંખ્યા વધીને 95 થઈ ગઈ હતી. પરંતુ હાલ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને કહ્યું કે, શનિ પર હવે સૌરમંડળમાં સૌથી વધુ ચંદ્રો છે.


બ્રિટિશ કોલંબિયાના ખગોળશાસ્ત્રીએ આપી માહિતી 

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના ખગોળશાસ્ત્રીએ  કહ્યું કે, શનિ ગ્રહે તેના ચંદ્રોની સંખ્યા લગભગ બમણી કરી દીધી છે. તે સૌરમંડળમાં સૌથી વધુ સંખ્યામાં ચંદ્ર ધરાવતો ગ્રહ પણ બની ગયો છે. 62 નવા ચંદ્રો શોધનાર ટીમમાં પ્રો. બ્રેટ પણ સામેલ હતા. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rYcf2xZ