![]() |
| Image Envato |
તા. 23 મે 2023, મંગળવાર
ફોનનો ઉપયોગ કરતી વખતે આપણેને ન ગમતી વસ્તુઓ પણ સામે આવી જાય છે. તેના કારણે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. પહેલા તો એ કે જો ફોનમાં બરોબર ઈન્ટરનેટ ન આવતુ હોય, બીજુ કે જ્યારે આપણે કોઈ મહત્વનું કામ કરતા હોઈએ ત્યારે વચ્ચે વચ્ચે જાહેરાત આવતી હોવાથી આપણા કામમાં ખલેલ પહોચે છે. અને આજકાલ જાહેરાત જોવી કોને ગમે છે. અને તેમા પણ જ્યારે આપણે કોઈ મહત્વનું કામ કરતા હોઈએ ત્યારે આ રીતે જાહેરાત આવતા કામ યોગ્ય રીતે થઈ શકતુ નથી. પરંતુ આ જાહેરાત ન આવવા દેવી હોય તો તેને હંમેશા માટે બ્લોક કરી શકાય છે.
ગુગલ આપણે જે શોધી રહ્યા હોઈએ છીએ તેના રિલેટેડ રિઝલ્ટ શોધીને આપે છે
ખરેખર જાહેરાત અમારી માટે બેસ્ડ હોય છે અને ગુગલ આપણે જે શોધી રહ્યા હોઈએ છીએ તેના રિલેટેડ રિઝલ્ટ શોધીને આપે છે. ઉદાહરણ તરીકે તમે કોઈ વીમા પોલીસી માટે શોધ કરી રહ્યા છો તો તેની સાથે જોડાયેલા અન્ય વીમા પોલીસી સાથે જોડાયેલી એડ જોવા મળી જશે. પરંતુ એક સારી વાત એ છે કે ફોનમાં એવી સેટિંગ હોય છે કે જેમા જાહેરાત જોવા નહી મળે.
આ સ્ટેપ અનુસરો જેનાથી તમારા ફોનમાં આવતી એડ્સ બંધ થઈ જશે
1) આ માટે તમારે સૌથી પહેલા ફોનના Settings માં જવું પડશે, અને તેના પછી તમારે ગૂગલ પર ટેપ કરવાનું રહેશે.
2) ત્યાર બાદ Manage your Google account પર જવું પડશે.
3) પછી તમે તેના પર ટેપ કરશો તો તમને Data & Privacy નું ઓપ્શન જોવા મળશે.
4) આ પછી જ્યારે તમે થોડી નીચેની સાઈડ પર સ્ક્રોલ કરશો, ત્યારે તમને ‘Personalized Ads’જોવા મળશે, તેની તમે જોઈ શકશો કે તમારી કઈ પ્રવૃત્તિઓ ટ્રૅક કરવામાં આવી છે, જે તમને ખ્યાલ આવશે કે તમને કઈ જોવા મળી રહી છે.
5) Personalized Ads નીચે તમને 'My Ad Center'નું ઓપ્શન જોવા મળશે. તેના પર ટેપ કરતાની સાથે જ તમારી સામે Personalized Ads નું ટોગલ જોવા મળશે, જેને તમારે Off કરવાનું રહેશે.
6) હવે Settingsમાં જઈ Google પર ટેપ કરવુ પડશે, પછી Delete Advertising ID પર ટેપ કરી તેને ડિલીટ કરવુ પડશે. આ પછી તમને ફોન પર કોઈપણ પ્રકારની જાહેરાત જોવા નહી મળે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bhgnAPi

0 Comments