
ન્યૂયોર્ક, ૨૨ મે ૨૦૨૩,સોમવાર
અમેરિકામાં કેપ કેનાવરલના સ્પેસ એકસ ફાલ્કન-૯ રોકેટ, રય્યાના બરનાવી સહિત ચાર મહિલાઓને લઇને અંતરિક્ષમાં ઉડયું હતું. આ મહિલા દુનિયામાં સૌથી રુઢિચૂસ્ત અને મોરલ નિયમોનું ધ્યાન રાખતા ઇસ્લામિક દેશ સઉદી અરબની છે. આ દેશમાં હમણા સુધી મહિલાઓને ઓપન સ્પોર્ટસ સ્ટેડિયમમાં પ્રવેશ મળતો ન હતો. મહિલાઓને વાહન ચલાવવા પર પ્રતિબંધ હતો એ દેશની મહિલાએ રોકેટયાનમાં બેસીને સ્પેસ તરફ પ્રયાણ કર્યુ એ અચરજ ભરી ઘટના છે.
રય્યાના બરનાવી ઉપરાંત અલી અલકર્ણી અને ખૂદની સ્પોટર્સ કાર રેસિંગ શરુ કરનારા ટેનેસીના જોન શ્રોફર પણ હતા. આ અંતરિક્ષ યાત્રીઓનું નેતૃત્વ નાસાની સેવા નિવૃત અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસન કરી રહી છે જે હાલમાં ૧૦ દિવસના પ્રવાસનું આયોજન કરનારી કંપનીમાં કામ કરે છે. આ અંતરિક્ષયાત્રીઓ જીરો ગ્રેવિટી લેબમાં અનેક પ્રકારના પ્રયોગ કરશે. ખાસ કરીને માઇક્રોગ્રેવિટી સ્ટેમ સેલ અને ફેટ ટીશ્યુના નિર્માણને કેવી રીતે અસર કરે છે તે જાણશે.
આનો હેતું બીમારીની ઓળખ કરીને પૃથ્વી પર ઇલાજ થઇ શકે તેવો છે. આ માટે ૨૦ જેટલા પ્રયોગ કરવામાં આવશે. તેઓ સોમવારે રાત સુધીમાં અંતરિક્ષ સ્ટેશનમાં પહોંચી જશે. અંતરિક્ષ સ્પેસ સ્ટેશનમાં એક સપ્તાહ જેટલો સમય વિતાવશે. રય્યાના બરનાવી સઉદી અરબ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહી છે. હ્નુસ્ટન એકિસઓમ સ્પેસ તરફથી અંતરિક્ષ સ્ટેશન માટે મોકલવામાં આવેલી બીજી ખાનગી ઉડાણ છે. ગત વર્ષ એક રોકેટ મોકલવામાં આવ્યું હતું જેમાં ૩ બિઝનેસમેનનો સમાવેશ થતો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0PftNAM
0 Comments