લંડન,૧૦ મે,૨૦૨૩,બુધવાર 

સુપર બેબીની કલ્પના માત્ર ફિલ્મો અને પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. ચમત્કારથી ભરેલી કથા વાર્તાને વૈજ્ઞાાનિકોએ વાસ્તવિક બનાવી છે. એવું સુપર બેબી પેદા કરવામાં આવ્યું છે જેને કોઇ પણ પ્રકારની જીનેટિક બિમારીઓ થશે નહી.એટલું જ નહી નુકસાનકારક જીનેટિક મ્યૂટેશન પણ લાગુ પડશે નહી.

નવાઇની વાત તો એ છે તે આમાં માત્ર બે માતા પિતા જ નહી ત્રીજી વ્યકિતનું પણ ડીએનએ જોડવામાં આવ્યું છે. આ સુપર બેબીનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો છે. ડીએનએ જાળવી રાખવા માટે આઇવીએફ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સુપર બેબીને માનો કે કોઇ જીનેટિક બીમારી થાય તો પણ તેનો ઇલાજ શકય બને છે. જે ટેકનિકથી બાળકનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને માઇટોકોન્ડ્રિયલ ડોનેશન ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે માણસના શરીરની દરેક કોશિકાના કેન્દ્ર એટલે કે ન્યૂકિલયસમાં ૨૦ હજાર જીન્સ હોય છે પરંતુ દરેક ન્યૂકલિયસની ચારે તરફ નાના નાના સૂક્ષ્મ બિંદુઓ જેવા માઇટોકોન્ડ્રિયા હોય છે જેને પણ પોતાના જીન્સ હોય છે. જો માઇટોકોન્ડ્રિયા વ્યવસ્થિત કામ કરે તો તે કોશિકાઓને ઉર્જા આપે છે. જો કોઇ જીનેટિક મ્યૂટેશન થાય તો માઇટોકોન્ડિયા ડેમજ થાય છે અને ઉર્જા ખતમ થઇ જાય છે.તેની અસર દિલ,દિમાંગ અને લિવર પર પડે છે. આથી બાળકનો સારી રીતે વિકાસ થતો નથી.


આ બાળકને પેદા કરવા માટે સ્વસ્થ મહિલાના અંડકોષના ટીશ્યુ લઇને આવીએફ ભુ્રણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ભુ્રણ જે ગર્ભમાં પોષાયો તે મહિલાની જીનેટિક બીમારીઓથી પણ સુરક્ષિત છે એટલે કે માના શરીરામાં થતી બીમારીની બાળક પર કોઇ જ અસર થશે નહી. આ ભુ્રણમાં બાયોલોજિકલ માતા પિતાના સ્પર્મ અને એગ્સના માઇટોકોન્ડિયાને મેળવવામાં આવ્યા છે. માઇટોકન્ડ્રિયા કોઇ પણ કોશિકાનું પાવર હાઉસ હોય છે. જે બાળકના શરીરમાં માતા પાતાના ડીએનએ ઉપરાંત ત્રીજી મહિલા ડોનરના જેનેટિક  મટેરિયલના ૩૭ જીન સામેલ છે એટલે કે આ એક થ્રી પેરન્ટ બેબી છે.જો કે બેબીના શરીરમાં ૯૯.૮કા ડીએનએ તેના માતા પિતાના જ છે.


 એમડીટી તકનીકની શરુઆત ઇગ્લેન્ડની સંસદમાં ૨૦૧૫માં કાનુન પસાર કરીને કરવામાં આવી હતી. ૨૦૧૭માં ન્યૂ કેસલ કલીનિક ઇગ્લેન્ડમાં પહેલું આવું સેન્ટર બન્યું હતું. સુપર કિડ પેદા કરવાની આખી પ્રક્રિયાને સેન્ટર સાથે સંકળાયેલા તબીબોએ જાહેર કરી દીધી છે.તબીબો આને સુપર કીડ સમજતા નથી. એવું પણ નથી કે આ ટેકનિકમાં કોઇ ભય સ્થાન નથી.

એગ્સની અંદર જો અણગમતા માઇટોકોન્ડ્રિયા આવી ગયા તો બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની પણ શકયતા રહે છે. સુપર કિડ પેદા કરવાની જે ફોમ્યુર્લા છે તે ઉલટું પરીણામ પણ આપી શકે છે. આ પ્રક્રિયાથી પેદા થતા બાળકોના માતા પિતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. એમડીટી ટેકનિકનો પ્રયોગ ઘણા સમયથી ચાલતો હતો પરંતુ કોવિડ મહામારીના લીધે પ્રયોગ અને સંશોઘન અટકાવી દેવાયા હતા. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2cxL5Kj