![]() |
| Image : pixabay |
ઈન્ટરનેટ જાયન્ટ કંપની ગૂગલે તેની પોલિસી અપડેટ કરી છે. ગૂગણ હવે ઘણા એકાઉન્ટ ડીએક્ટિવેટ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ગૂગલે એક બ્લોગમાં આ માહિત આપી હતી. ગૂગલે 2020માં કહ્યું હતું કે તે તેની નીતી અનુસાર ઈનએક્ટિવ એકાઉન્ટમાંથી યુઝર્સના કંટેટને હટાવી દેશે પણ એકાઉન્ટને હટાવશે નહી. જો કે હવે આ પોલિસીમાં બદલાવ કર્યો છે.
સુરક્ષાને વધુ મજબૂત કરવા નવા પ્રયાસો કરી રહી છે
ગૂગલ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે. ઈન્ટરનેટ જાયન્ટ કંપની ગૂગલ તેની એકાઉન્ટની નવી પોલિસી અપડેટ કરી છે. આ નવી પોલીસી મુજબ ગૂગલ એવા એકાઉન્ટ્સને ડીએક્ટિવ કરવાની યોજના બનાવી રહી છે જે બે વર્ષ કે તેથી વધુ સમયથી ઈનએક્ટિવ છે. ગૂગલ કંપનીએ પોતાના એક બ્લોગ પોસ્ટમાં જાહેરાત કરતા કહ્યું કે સુરક્ષાને વધુ મજબૂત કરવા અને યુઝર્સ માટે જોખમ ઘટાડવા માટે આ નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા ગૂગલે 2020માં કહ્યું હતું કે તે ઈનએક્ટિવ એકાઉન્ટમાંથી યુઝર્સના કંટેટને દૂર કરશે પરંતુ એકાઉન્ટને ડીએક્ટિવ કરશે નહી. જો કે આજની જાહેરાતમાં આ નીતિમાં ફેરફાર કર્યો છે. કંપની ડિસેમ્બર 2023થી એકાઉન્ટ ડિલીટ કરવાનું શરૂ કરશે.
ગૂગલ ઈનએક્ટિવ એકાઉન્ટ્સ કેમ દૂર કરી રહ્યુ છે?
ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે તેના દ્વારા કરવામાં આવેલ એનાલિસિસથી જાણકારી મળે છે કે તેની પાસે એક્ટિવ એકાઉન્ટ્સ કરતા 10 ગણા વધુ ઈનએક્ટિવ એકાઉન્ટ્સ છે. આ એકાઉન્ટ્સ અસુરક્ષિત હોય છે અને એકવાર એકાઉન્ટ સાથે ચેડા થઈ જાય તો તેનો ઉપયોગ માહિતીની ચોરીથી લઈને કોઈપણ વસ્તુ માટે થઈ શકે છે. આ સાથે જ ગૂગલ એકાઉન્ટ તેના કંટેટને હટાવી દેશે જેમાં ગૂગલ જીમેઈલ, ડોક્સ, ડ્રાઈવ મીટ, કૈલેંન્ડર, યુટ્યુબ અને ગૂગલ ફોટોસ સામેલ છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WTkIM7K

0 Comments