![]() |
| Image Envato |
તા. 10 મે 2023, બુધવાર
વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધારે વપરાતી ઈન્સ્ટેન્ટ મેસેજીંગ એપ છે. આ પ્લેટફોર્મ પર તમને વોઈસ મેસેજ અને કોલિંગની સુવિધા મળે છે. તેના માટે આપણે એપને માઈક્રોફોનના પરિમિશન આપવી પડતી હોય છે. કેટલાક યુજર્સનુ કહેવુ છે કે વોટ્સએપ આ પરમિશનનો દુરુપયોગ કરે છે. અને આપણી વાતો છુપી રીતે સાંભળે છે.
શું ખરેખર Whatsapp આપણી વાતો સાંભળે છે?
શું Whatsapp તમારી વાતો સાંભળે છે? તે બાબતે આપણે બધાએ કેટલીયે વાર સાંભળ્યુ છે અને વાંચ્યુ પણ છે કે ગુગલ અને ફેસબુક બેકગ્રાઉન્ડમાં આપણી વાતો સાંભળે છે. બેકગ્રાઉન્ડ એટલે કે જ્યારે આપણા ફોનમાં એપનો ઉપયોગ નથી કરી રહ્યા હોતા ત્યારે તેના કારણે આપણને એડ્સ બતાવે છે. જેના વિશે આપણે જે ચર્ચા કરી રહ્યા હોઈએ છીએ. તો શું વોટ્સએપ પણ આવુ કરે છે.?
જ્યારે સુઈ રહ્યા હતા, ત્યારે પણ વોટ્સએપ તેના ફોનમાં માઈક્રોફોન યુઝ કરી રહ્યુ હતુ.
ટ્વીટર ચર્ચા ચાલી રહી છે કે વોટ્સએપ યુજર્સની વાતચીત સાંભળે છે. આમ તો વોટ્સએપ તેના પ્લેટફોર્મને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેટ બતાવે છે. તો શુ તેના પછી પણ વોટ્સએપ અમારી વાતો સાંભળે છે? Foad Dabiri એ ટ્વિટ કર્યુ છે, જેમાં તેણે લખ્યુ છે કે, જ્યારે તે સુઈ રહ્યા હતા, ત્યારે પણ વોટ્સએપ તેના ફોનનો માઈક્રોફોન યુઝ કરી રહ્યુ હતુ.
Foad Dabiri એ કહ્યુ કે તેની પાસે Pixel 7 pro સ્માર્ટ ફોન છે, અને રાત્રે જ્યારે તેઓ સુઈ જાય છે, ત્યારે પણ વોટ્સએપ તેના ફોનનો માઈક્રોફોન યુઝ કરી રહ્યુ હતુ. તેના જવાબમાં વોટ્સએપે કહ્યુ કે, કંપનીએ કહ્યુ કે તે ટ્વીટરના એન્જીનિયરના સંપર્કમાં છે, તેમણે તેના ફિક્સલ ફોન સાથે આ મુશ્કેલીને પોસ્ટ કરી હતી. કહ્યુ કે અમારુ માનવુ છે કે આ મુશ્કેલી કાયમ માટે બંધ થાય.
રિટ્વીટ કરી Elon Muskને કહ્યુ કે હવે વોટ્સએપ પર વિશ્વાસ ના કરી શકાય.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/voJGzWu

0 Comments