![]() |
|
image : Twitter |
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની મૂળ કંપની મેટાએ એક રિપોર્ટમાં જણાવ્યું કે તેણે એપ્રિલમાં ભારતમાં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 125 નીતિઓ હેઠળ 33 મિલિયન કે 30 મિલિયનથી વધુ કન્ટેન્ટ હટાવી દીધા છે. કંપનીએ IT નિયમ, 2021ના અનુપાલન અંગે તેના માસિક રિપોર્ટમાં આ માહિતી આપી હતી.
કંપનીએ તેના માસિક રિપોર્ટમાં શું કહ્યું
કંપનીએ જણાવ્યું કે તેને 1થી 30 એપ્રિલ વચ્ચે ફેસબુક માટે 13 નીતિઓમાંથી 27.7 મિલિયનથી વધુ કન્ટેન્ટ અને ઈન્સ્ટાગ્રામ માટે 12 નીતિઓમાંથી 5.4 મિલિયનથી વધુ કન્ટેન્ટ હટાવી દીધા.
દર મહિને રિપોર્ટ રજૂ કરવો પડશે
નવા આઈટી નિયમ 2021 હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતા આ મોટા ડિજિટલ અને સોશિયલ પ્લેટફોર્મે દર મહિને માસિક કમ્પ્લાયન્સ રિપોર્ટ પબ્લિશ કરવો પડશે. કંપનીએ કહ્યું કે તેને વિશેષ ઉલ્લંઘનો માટે પૂર્વ સ્થાપિત ચેનલો સહિત પૂર્વ સ્થાપિત ચેનલોના માધ્યમથી ફરિયાદ મળી. કંપનીએ તેના રિપોર્ટમાં કહ્યું કે અમે કન્ટેન્ટની (જેમ કે પોસ્ટ, ફોટો, વીડિયો કમેન્ટ)ની સંખ્યાને માપીએ છીએ જેના આધારે કાર્યવાહી કરીએ છીએ.
કેટલા ટકા ફરિયાદનો નિકાલ લવાયો?
કંપનીના નવા મંથલી રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા દિગ્ગજ મેટાના ફેસબુકે એપ્રિલ 2023માં યૂઝર્સ દ્વારા કરાયેલી 54 ટકાથી વધુ ફરિયાદો અને ઈન્સ્ટાગ્રામ પર યૂઝર્સ દ્વારા મળેલી 41 ટકા ફરિયાદો પર કાર્યવાહી કરી હતી. ફેસબુકને ફરિયાદ તંત્રના માધ્યમથી 8470 રિપોર્ટ મળી હતી. જેમાં 2225 કેસમાં કંપનીએ યૂઝર્સને તેમની સમસ્યા ઉકેલવા માટે ઉપકરણ આપ્યા. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર કંપનીને આ દરમિયાન 9676 રિપોર્ટ મળી હતી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/X8eTxEA

0 Comments