![]() |
| Image Twitter |
તા. 12 જૂન 2023, સોમવાર
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કેટલાક નવા ખુલાસા સામે આવ્યા છે. હાલમાં જ અંતરિક્ષના એક ભાગની તસવીરે બધાને હચમચાવી મચાવી દીધા છે. જેમા 45 હજાર આકાશગંગાઓ એકસાથે જોવા મળી હતી. પરંતુ વધુ મહત્ત્વના અભ્યાસમાં અમેરિકન સંશોધકો આ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને બ્રહ્માંડમાં ઊંડા ઊતરીને ખગોળશાસ્ત્રનાં વિકાસનાં રહસ્યોનો ખુલાસો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં શરુઆતના સમયમાં ગેલેક્સીમાં તારાઓના નિર્માણની ખૂબ જ ઝડપી દર હતો.
717 યંગ ગેલેક્સી
વેબના આંકડા પ્રમાણે 717 યુવા ગેલેક્સીનો ખુલાસો કરવામાં આવ્યો છે. જે અગાઉના અનુમાન કરતાં વધુ છે, અને આ તમામ હજારો પ્રકાશવર્ષ દુર ફેલાયેલી છે, જેનાથી એ ખબર પડે છે કે બ્રહ્માંડ કેટલું ઝડપથી વિકસી રહ્યું છે. આ ગેલેક્સીમાં તારાઓનું નિર્માણ ચોકાવનારા વિસ્ફોટ કડિયોમાં થયા હતા. સંશોધકો આ ગેલેક્સી એક સાથે કઈ રીતે જોડાઈ, કેવી રીતે તેમા ઝડપથી તારાનું નિર્માણ થયું વગેરે જેવા અનેક સવાલોના જવાબ શોધી રહ્યા છે.
તારાઓની રચના અને શાંતિનો સમયગાળો
સંશોધન ટીમે ખાસ કરીને ગેલેક્સીનો અભ્યાસ તારાઓના નિર્માણના સંકેતોની શોધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ તેમને હેરાની ત્યારે થઈ જ્યારે તેઓએ જોયું કે લગભગ તમામ ગેલેક્સીમાં અસામાન્ય રુપે ઝડપી નવા તારાના નિર્માણના સંકેત અસામાન્ય રુપથી મજબૂત જોવા મળી રહ્યા છે. ગેલેક્સીએ ઝડપી તારા નિર્માણનો સમયગાળો જોયો, જેમાં વચ્ચે વચ્ચે શાંતિનો સમય પણ જોવા મળ્યો હતો અને આ સમયગાળા દરમિયાન ઓછા તારાઓનું નિર્માણ થઈ રહ્યુ હતું.
પ્રોગ્રામમાં 700 થી વધારે ગેલેક્સી સફળતાપૂર્વક ઓળખ થઈ
જેડસ ટીમના એક સભ્ય રેયાન એન્ડસ્લેએ આ બાબતે નિવેદન આપતા કહ્યુ હતું કે, લગભગ દરેક આકાશગંગામાં જોવા મળી રહ્યુ છે કે ખૂબ જ ઝડપી તારાઓનું નિર્માણ થઈ રહ્યું છે. આ શરુઆતમાં ગેલેક્સી ગરમ અને વિશાળ તારાઓના નિર્માણમાં ખૂબ જ સારા હતા. પ્રોગ્રામમાં 700 થી વધારે ગેલેક્સી સફળતાપૂર્વક ઓળખ થઈ હતી.
પહેલા ગેલેક્સીમાં ઝડપથી તારાઓ બનતા હતા જ્યારે હવે ઘણો સમય લાગે છે
સંશોધકોએ તેમની શોધમાં જોવા મળ્યું કે ગેલેક્સીમાં રેડશિફ્ટ 8 ની ઉપર છે, જેનાથી તેમણે ભરપુર માત્રામાં આંકડા મળી શકે છે. તેમનો દાવો છે કે ડેટાની આટલી સમૃદ્ધ શ્રેણી આપણી શરુઆતની ગેલેક્સીના નિર્માણ પ્રક્રિયાને સમજવામાં ક્રાંતિકારી ફેરફાર જોવા મળશે. વૈજ્ઞાનિકો માટે હવે આ પણ તપાસનો વિષય છે કે પહેલા એવું શું હતું કે ગેલેક્સીમાં ઝડપથી તારાઓ બની રહ્યા હતા જ્યારે હવે તારાઓ બનવામાં ઘણો સમય લાગે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dEHtNj9

0 Comments