ન્યૂયોર્ક, 22, જુન,2023, ગુરુવાર 

ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી પૃથ્વીના વાતાવરણમાં અનેક પ્રકારના ફેરફારો થઇ રહયા છે. એક સંશોધનમાં જણાવ્યા મુજબ ૨ અબજ વર્ષ પહેલા ગ્લોબલ વોર્મિગ અને જળવાયુ પરિવર્તનના લીધે પૃથ્વી પરની ૯૦ ટકા જીવસૃષ્ટિનો નાશ થયો હતો.એ સમયે મોટા ભાગની પ્રજાતિઓ વાતાવરણના બદલાવ સામે ટકી શકી ન હતી. પૃથ્વીના ઇતિહાસમાં આ ગાળો ખૂબજ મહત્વનો માનવામાં આવે છે. જર્મની, કેનેડા, ઇટાલી અને અમેરિકાના સંશોધકોનું તારણ ચેતવણી સમાન છે.

એ સમયે પૃથ્વીનું સરેરાશ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસથી પણ વધી ગયું હતું. હાલમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૧૫ ડિગ્રી છે પરંતુ આવનારા દાયકાઓમાં તેમાં ધરખમ ફેરફારો થઇ શકે છે. જો કે ઉલ્કાપિંડ પડવાથી આમ થયું તો કેટલાક જવાળામુખી વિસ્ફોટને જવાબદાર ગણતા હતા.હવે ત્રીજી થિએરી મુજબ પૃથ્વીની સપાટીનું તાપમાન વધી ગયું તે પણ આમ થવા માટે જવાબદાર છે. એક વિજ્ઞાાન પત્રિકામાં પ્રકાશિત વિગતો અનુસાર જવાળામુખી વિસ્ફોટના લીધે કાર્બનડાયોકસાઇડ મોટી માત્રામાં હવામાં ભળી ગયો હતો.

જેના કારણે ધરતીનું તાપમાન ૧૧ ડિગ્રી જેટલું વધ્યું હતું.વધતા જતા તાપમાનના પગલે સમુદ્રની સપાટીમાં મિથેન ગેસ પિગળવાથી તાપમાનમાં વધુ વધારો થયો હતો.આથી પૃથ્વી અને સમુદ્ર પરના જીવોને રહેવું દોહલું બની ગયું હતું.આ વાતનો ઉલ્લેખ લાઇફ નિયરલી ડાઇડમાંથી પણ મળે છે.ગ્લોબલ વોર્મિગથી પણ 2 અબજ વર્ષ પહેલા પણ થયો હતો જીવસૃષ્ટિનો નાશ, વિનાશ અને વિકાસનું ચક્ર ચાલતું જ રહે છે 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RKo4SFL