
ભોપાલ, તા.18 જૂન-2023, રવિવાર
રાજધાની ભોપાલમાં પ્રોફેસરે અનોખા પ્રયોગનો ઉપયોગ કરીને એક સોફ્ટવેર તૈયાર કર્યું છે, જેના દ્વારા તમે કયા ક્ષેત્રમાં જવા માંગો છો તે જાણી શકાય છે. આ મશીન મગજને કંટ્રોલ કરવાનું કામ કરશે. આ બ્રેઈન મેપિંગ સ્પેશિયલ સોફ્ટવેર મૈનિટના પ્રોફેસર ડો.રૂપાલી બજાજ અને ડો.અંકિત ગુપ્તાએ તૈયાર કર્યું છે. આ ટેક્નોલોજીને તૈયાર કરવામાં 6 વર્ષ લાગ્યા છે. આ સોફ્ટવેરને બ્રેન વેવ્સ એનાલિસિસ પણ કહેવામાં આવે છે. આ સોફ્ટવેર દ્વારા કોઈપણ વ્યક્તિના મગજનું એનાલિસિસ માત્ર 2000 રૂપિયામાં કરી શકાય છે.
બાળકની માનસિક ક્ષમતા કેટલી છે ? સોફ્ટવેરથી જાણી શકાશે
આ સોફ્ટવેર ટેક સ્ટાર્ટઅપ કંપની બ્રેઈન સીડર દ્વારા બનાવાયું છે. આ સોફ્ટવેર સામાન્ય લોકોના કરિયર કાઉન્સેલિંગની સાથે સાથે બાળકો તેમજ માનસિક વિકૃતિઓ સામે લડવામાં પણ અસરકારક સાબિત થઈ રહ્યું છે. બ્રેઈન વેબ ટેકનોલોજી ન્યુરોસાયન્સ અને બિહેવિયર સાયન્સના આધારે કામ કરે છે, જેનાથી જાણી શકાય છે કે, બાળકની માનસિક ક્ષમતા કેટલી છે ? બદલાતી જીવનશૈલીના કારણે ઉદભવતા તણાવને પણ આ ટેકનોલોજી દ્વારા જાણી શકાય છે.
સોફ્ટવેરથી જાણી શકાય છે બાળકના મગજની વાત
બાળકને કેવો તાવ આવે છે... તેની વિચારવાની ક્ષમતા કેવી છે... આ બાબતો પરથી બાળકોના આંતરિક ગુણો જાણી શકાય છે... આ ટેકનોલોજીના આધારે કહી શકાય છે કે, બાળકે કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી જોઈએ. આ સોફ્ટવેરથી વિદેશી શિક્ષણ માટેના કોર્સથી લઈને યુનિવર્સિટી પસંદ કરવામાં પણ મદદ કરી શકાય છે.
બ્રિન વેવ્સ ઉપરાંત અન્ય કેટલા વેવ્સ ?
આલ્ફા વેવ્સ મગજને કંટ્રોલ, વિચારોમાં સંતુલન રાખે છે. બીટા તરંગો નવા કાર્યને જોવાની ક્ષમતા બુદ્ધિતા બતાવે છે. ગામા વેવ્સથી ગુસ્સો, મૂડ સ્વિંગ, બેચેની જેવી બાબતો જાણવા મળે છે. થીટા વેવ્સથી વિચારવાની પ્રક્રિયા, લાગણીઓ અને અતિશય વિચારસરણી જેવી પરિસ્થિતિઓ જાણી શકાય છે. જ્યારે ડેલ્ટા વેવ્સથી ઊંઘની ગુણવત્તા સંતોષ, આત્મસન્માન વિશે જણાવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ozup8cb
0 Comments