![]() |
| Image Twitter |
તા. 3 જૂન 2023, શનિવાર
ભારત તેમજ વિશ્વના ભવિષ્યવેતાઓેએ તો કેટલાય વર્ષો પહેલા કહી દીધુ છે કે એક વાર સૃષ્ટીના વિનાશ થવાનો જ છે. અને હવે તો તેમા વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે. અને તેના વિશે દરરોજ કોઈને કોઈ સમાચાર સામે આવતા જ રહે છે. કેટલીકવાર સમાચાર એજન્સીઓ લોકોને ડરાવી તેમના સમાચાર પ્રકાશિત કરતી હોય છે. પરંતુ તે દરેક વખતે સાચા હોતા નથી.
જો પૃથ્વી તેના ગુરુત્વાકર્ષણના બળથી તેને ખેંચે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
ઘણી વખત અવકાશમાંથી મોટી ઉલ્કા પૃથ્વી સાથે અથડાવા વિશેના સમાચાર આવતા રહે છે. આ બાબતે અહીં તમને જણાવી દઈએ કે આવા ખડકો ધરતી પર ટકરાવાની શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતુ જો પૃથ્વી તેના ગુરુત્વાકર્ષણના બળથી તેને ખેંચે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
આ ખડક આવતા દસ દિવસમાં પૃથ્વીના ઓર્બિટમાંથી પસાર થશે.
નાસા સહિત ઘણી સ્પેસ એજન્સીઓ આ રીતે ખડકો પર સતત નજર રાખતી હોય છે. અને આજકાલ તો ટેકનોલોજીનો યુગ છે અને નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે, કે ઉલ્કાઓની ટકરાવવાની શક્યતાઓ વધારે છે, તેને અવકાશમાં જ પાછી વાળી શકાય છે. અને તેના દ્વારા તે સીધી દરિયામાં પડી જાય છે અને કોઈ નુકસાન થતું નથી પરંતુ હાલમાં નાસાએ પૃથ્વી તરફ આવી રહેલા નવા ખડક વિશે પુષ્ટિ કરી છે. જેનું નામ 488453 (1994 XD)રાખવામાં આવ્યું છે. આ ખડક આવતા દસ દિવસમાં પૃથ્વીના ઓર્બિટમાંથી પસાર થશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/L7hPKjm

0 Comments