![]() |
| Image Envato |
તા. 26 જૂન 2023, સોમવાર
આજે 26 જૂન એટલે કે વર્ષનો સૌથી મોટો દિવસ છે. જેમાં 24 કલાકમાંથી 13 કલાક અને 44 મિનિટનો દિવસ રહેશે. જ્યારે 10 કલાક અને 16 મિનિટની રાત હશે. આ બાબતે પ્રયાગરાજના આચાર્યએ જણાવ્યું કે 27 જૂનથી એટલે આવતીકાલથી રાત્રિના સમયમાં વધારો થશે અને દિવસનો સમય નાનો થઈ જશે. તમને જણાવી દઈએ કે આ એક ખગોળકીય ઘટના છે.
27 જૂનથી એક- એક મિનિટ કરીને રોજ દિવસ ઘટતો જશે અને રાત રાત વઘતી જશે
21 જૂન થી 26 જૂન સુધી આપણે બધા જ મોટો દિવસ જોઈશું. અને 27 જૂનથી એક- એક મિનિટ કરીને રોજ દિવસ ઘટતો જશે અને રાત રાત વઘતી જશે. આ રીતે 23 સપ્ટેમ્બર અને 23 માર્ચના રોજ 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ થઈ જશે. એટલે રાત- દિવસ એક સરખા થઈ જશે. 24 ડિસેમ્બરના રોજ સૌથી મોટી રાત પણ હશે. અને તેનો સમય 13 કલાક 44 કલાકની થઈ જશે. જ્યા દિવસ માત્ર 10 કલાક અને 16 મિનિટનો થઈ જશે.
21 જૂનથી વધશે દિવસ
આચાર્ય શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે 21 જૂનના રોજ સુર્ય બહુ જ ઉંચાઈ પર હોય છે. આ દિવસથી રાત લાંબી થવા લાગશે. 21 સપ્ટેમ્બર આવતા સુધી દિવસ અને રાત એકસરખા થઈ જશે. બીજી બાજુ 21 સપ્ટેમ્બરના રોજથી રાત લાંબી થઈ જશે અને આ રીતે આ પ્રક્રિયા સતત 23 ડીસેમ્બર સુધી ચાલુ રહેશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4HAbmwy

0 Comments