Image Courtesy : Twitter 

તા. 28 જૂન 2023, બુધવાર 

ટ્વિટરે બ્લુ સબસ્ક્રાઇબર્સને વધુ મુક્ત રીતે લખવાની તક આપવાનું શરૂ કર્યું છે. હવે ટ્વિટર બ્લુ યુઝર્સ 10,000 અક્ષરોને બદલે 25,000 અક્ષરોમાં તેમના વિચારો અથવા શબ્દો લખી શકશે. ટ્વીટર પર આ અપડેટ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતી પ્રાચી પોદ્દાર નામની વ્યક્તિએ શેર કર્યું છે. 

ટ્વિટર બ્લુ યુઝર્સ દ્વારા લખવામાં આવેલી લાંબી ટ્વીટ્સ કોઈપણ વાંચી શકે છે, પરંતુ માત્ર પેઈડ સબસ્ક્રાઈબર્સ પાસે જ લાંબી ટ્વીટનો વિકલ્પ હોય છે.

જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી લોકો પ્લેટફોર્મ પર નિયમિત અપડેટ મેળવે છે. ફેબ્રુઆરીમાં, કંપનીએ બ્લુ સબ્સ્ક્રાઇબર્સ માટે ટ્વીટ મર્યાદા 4,000 અક્ષરોથી વધારીને 10,000 અક્ષરો કરી હતી. આ સાથે, કંપનીએ બ્લુ સબસ્ક્રાઇબર્સને ટેક્સ્ટ ફોન્ટની બોલ્ડ અને સ્ટાઇલ બદલવાનો વિકલ્પ પણ આપ્યો છે.

જે લોકોએ ટ્વિટર બ્લુ પર સબ્સ્ક્રાઇબ કર્યું નથી તેઓ માત્ર 280 અક્ષરો સુધી ટ્વિટ કરી શકે છે. અગાઉ આ મર્યાદા 140 અક્ષરોની હતી.

ટ્વિટર બ્લુ યુઝર્સને કેટલાક લાભ મળે છે

  • બ્લુ યુઝર્સ આગામી 1 કલાક માટે પબ્લિશ્ડ ટ્વીટને એડિટ કરી શકે છે. આ સમય દરમિયાન તેઓ ટ્વીટને અપડેટ કરી શકે છે, કોઈને ટેગ કરી શકે છે અથવા મીડિયાને ફરીથી ગોઠવી શકે છે. એડિટ ટ્વિટનો ઓપ્શન ફક્ત ઓરિજનલ ટ્વીટ્સ અને ક્વોટ ટ્વીટ્સ પર લાગુ થાય છે.
  • સામાન્ય યુઝર્સ કરતાં બ્લૂ યુઝર્સને માટે 50% ઓછી Ads For You અને Following સેક્શન દેખાય છે.  
  • ટ્વીટ્સ બુકમાર્ક કરી શકે છે અને લાંબી ટ્વીટ્સ લખી શકે છે
  • બ્લુ યુઝર્સ ટ્વિટર એપ આઇકોન બદલી શકે છે
  • ટ્વિટર બ્લુ યુઝર્સ પ્લેટફોર્મ પર 2 કલાક સુધીનો HD વીડિયો અપલોડ કરી શકે છે. આ સિવાય યુઝર્સ ટ્વિટર થીમ બદલી શકે છે અને ટ્વિટને અનડુ પણ કરી શકે છે.
  • સુરક્ષાની દ્રષ્ટિએ, બ્લુ યુઝર પાસે 2FA નો વિકલ્પ છે. કંપનીએ તેને થોડા મહિના પહેલા ફ્રી યુઝર્સ પાસેથી છીનવી લીધું હતું.


from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CDpNFm9