![]() |
| Image:Pixabay |
ઓસ્ટ્રેલિયામાં સાયબર સિક્યોરીટી એક્સપર્ટ્સ એક AI ચેટબોટ વિકસાવી રહ્યા છે જે માણસોની જેમ વાત કરશે અને સ્કેમ ફોન કૉલ્સ પ્રાપ્ત કર્યા પછી કલાકો સુધી સ્કેમર્સ સાથે વાત કરશે. આનાથી છેતરપિંડી કરનારાઓનો સમય પણ બગડશે અને તમારું મન હળવું રહી શકશે કે કોઈ એવી વ્યક્તિ છે જે તેમની જ પદ્ધતિ દ્વારા ગુંડાઓને પરેશાન કરી રહી છે.
સ્કેમર્સને તેમના જ શબ્દોમાં ફસાવવા સંશોધકો કરી રહ્યા છે કામ
સ્કેમર્સ લોકોને કોલ કરે છે. તેઓ તેમને કોઈ સ્કીમ જણાવે છે અને જો સામે વાળો વ્યક્તિ થોડા નબળા દિલનો પણ નીકળ્યો તો તે સ્કેમર્સના જાળમાં ફસાઈ જતો હોય છે. પરંતુ સિડનીની મેક્વેરી યુનિવર્સિટીના સંશોધકો AI ચેટબોટ પર કામ કરી રહ્યા છે જે સ્કેમર્સને તેમના શબ્દોમાં ફસાવી શકે છે, આ બાબતોનો કોઈ અર્થ નહી હોય. મૂળભૂત રીતે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ઠગનો પાસો તેમના પર જ ઊંધો પડી જશે.
Apateને આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
આ ચેટબોટને Apate નામ આપવામાં આવ્યું છે. ગ્રીક પૌરાણિક કથાઓમાં, આ નામ છેતરપિંડીની દેવીનું છે. આ માટે ChatGPT જેવી AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આને વૉઇસ ક્લોનિંગ સાથે જોડવામાં આવ્યું છે, જેથી માણસનો ડમી અવાજ બનાવી શકાય, જે ઠગ સાથે લાંબી વાત કરી શકે. Apateની ટ્રેનિંગ ઠગ દ્વારા કરવામાં આવેલા ફોન કોલ્સ, ઈમેલ અને સોશ્યલ મીડિયા પર મોકલવામાં આવેલા મેસેજ દ્વારા આપવામાં આવી રહી છે.
Apate 5 મિનિટ સુધી સરળ વાતચીત કરવામાં સક્ષમ
પ્રોફેસર કાફર કહે છે કે તેમની ટીમ આ ચેટબોટને 40 મિનિટ સુધી વાતચીત કરી શકે તે માટે તૈયાર કરી રહી છે. હાલમાં Apate 5 મિનિટ સુધી સરળ વાતચીત કરવામાં સક્ષમ છે. તે કહે છે કે Apate નવી વસ્તુઓ ઝડપથી શીખી રહ્યો છે.
ચેટબોટ ઠગના બિઝનેસ મોડલને બંધ કરશે
મેક્વેરી યુનિવર્સિટીના પ્રોફેસર ડાલી કાફર કહે છે કે અમારું મોડલ સ્કેમર્સને વાતોમાં ફસાવીને તેમનો સમય બગાડે છે. જો છેતરપિંડી કરનારાઓ આવા કોલ્સમાં જોડાવાનું ચાલુ રાખશે, તો તેમના કોલ્સની સંખ્યા પણ ઘટશે અને છેતરપિંડીના કેસોમાં પણ ઘટાડો થશે. પ્રોફેસર કાફરનું કહેવું છે કે આ ચેટબોટ સ્કેમર્સના બિઝનેસ મોડલમાં ખાડો નાખે છે, જેનાથી તેમના માટે લોકોને લૂંટવાનું મુશ્કેલ બને છે.
આ ચેટબોટનો વિચાર કેવી રીતે આવ્યો?
એકવાર પ્રોફેસર કાફરને એક ઠગનો ફોન આવ્યો. પ્રોફેસર કાફરે તે કોલ પર ઠગ સાથે લાંબી વાત કરી. તેને પોતાની વાતોમાં ફસાવ્યો. આ કારણે પ્રોફેસર કાફરને વિચાર આવ્યો કે આવી ઓટોમેટેડ સિસ્ટમ બનાવવી જોઈએ જે કુદરતી માનવ અવાજમાં છેતરપીંડી કરનારાઓ સાથે વાત કરી શકે અને તેમનો સમય બગાડે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FIEDg9Z

0 Comments