
- yuf MkkÚku yLkuf ÷kufkuLku ykÃkýku {uMkus {kuf÷e þfkÞ - fkuE {ÞkoËk rðLkk - yuðwt Auðxu ðkuxTMkyuÃk Ãkh þõÞ çkLkþu
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વન-ટુ-મેની પ્રકારના કમ્યુનિકેશન માટે ડિઝાઇન થયેલાં છે. તેમાં એકમેકનો સંપર્ક અને બિઝનેસ/સર્વિસનું પ્રમોશન બંને વાત એવી સરસ રીતે ગૂંથાયેલી છે કે સોશિયલ મીડિયાની જોરદાર હવા ઊભી થઈ છે.
બીજી તરફ, વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ મુખ્યત્વે વન-ટુ-વન પ્રકારના કમ્યુનિકેશન માટે ડિઝાઇન થયેલી છે. તેમાં ગ્રૂપ્સ અને બ્રોડકાસ્ટ લિસ્ટ જેવી સર્વિસ ખરી, પણ મર્યાદિત પ્રમાણમાં.
બંને પ્રકારના પ્લેટફોર્મની આગવી મજા છે, પણ વોટ્સએપનો ઉપયોગ સતત વધતો જાય છે. એમાંય ભારત જેવા દેશમાં વોટ્સએપ અત્યંત પોપ્યુલર છે અને આખી દુનિયામાં તેના યૂઝર્સની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. મિત્રો, સ્વજનો સાથે અન્ય સોશિયલ મીડિયાની સરખામણીમાં ઘણી પ્રાઇવસી સાથે લાઇવ કોન્ટેક્ટમાં રહેવાનો આ મજાનો રસ્તો લોકોને ગમી ગયો છે.
એ સાથે, પર્સનલ ઉપયોગ ઉપરાંત બિઝનેસ માટે પણ તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. વોટ્સએપની સતત વધતી લોકપ્રિયતા જોઈને જ ફેસબુકની માલિક મેટા કંપનીએ તોતિંગ કિંમતે વોટ્સએપ કંપની ખરીદી લીધી હતી. ત્યારથી અત્યાર સુધી કંપનીએ વોટ્સએપમાંથી કમાણી કરવાના નાના મોટા પ્રયાસો કર્યા છે. પરંતુ એપની મૂળ ખાસિયતો હજી જાળવી રાખી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપના મોનેટાઇઝેશન તરફ મેટા કંપનીએ વધુ ને વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. એ દિશામાં આગળ વધતાં ગયા અઠવાડિયે કંપનીએ વોટ્સએપ પર ટેલિગ્રામ એપ જેવા ચેનલ ફીચરની જાહેરાત કરી છે.
ચેનલ્સથી વોટ્સએપમાં પણ અન્ય સોશિયલ મીડિયા જેવું, અનલિમિટેડ વન-ટુ-મેની કમ્યુનિકેશન શક્ય બનશે.
રેગ્યુલર યૂઝર તરીકે અને નાના-મોટા બિઝનેસને ચેનલ્સ કઈ રીતે ઉપયોગી થશે એ થોડું સમજીએ.
[uLkÕMk Ve[h ÃkkA¤ ðkuxTMkyuÃkLkwt økrýík fuðwt Au?
વર્ષ ૨૦૧૪માં, લોકોની બદલાતી પસંદ પારખીને ફેસબુકે ૧૯ અબજ ડોલરમાં વોટ્સએપ એપ ખરીદી લીધી હતી. રૂપિયામાં ગણવા માટે ૧૯ અબજને આશરે ૮૦થી ગુણી નાખો! ૨૦૧૪માંથી આજે ૨૦૨૩ છે અને ફેસબુક કંપનીએ વોટ્સએપમાંથી લગભગ કોઈ કમાણી કરી નથી. આપણે તો ગુજરાતી, એટલે આ રકમનું વ્યાજ દર વર્ષે કેટલું ચડે એ પણ વિચારો!
હવે ફેસબુકને વોટ્સએપમાંથી કમાણી કરવાની ઉતાવળ છે! છતાં વોટ્સએપનો મૂળ યૂઝરબેઝ, એટલે કે આપણે સૌ, તેનાથી દૂર ન જઈએ એ પણ જોવું પડે તેમ છે. એ રીતે કંપની વોટ્સએપનો ઉપયોગ વિસ્તારી રહી છે અને તેમાંથી કમાણીના રસ્તા પણ ધીમે ધીમે ઉમેરી રહી છે. બીજી તરફ, વોટ્સએપના સતત વધતા વ્યાપને કારણે નાના-મોટા બિઝનેસને પણ પ્રમોશન અને કસ્ટમર સર્વિસ માટે વોટ્સએપના ઉપયોગમાં ઊંડો રસ જાગ્યો છે.
અત્યારે ત્રણેક રીતે વોટ્સએપનો ઉપયોગ શક્ય છે:
૧. રેગ્યુલર વોટ્સએપ એપ: આપણે સૌ જેનો ઉપયોગ કરીએ છીએ તે, બિલકુલ ફ્રી. કોઈ જાહેરાત પણ નહીં. તેમાં એકથી વધુ લોકો સુધી પહોંચવા માટે ગ્રૂપ, બ્રોડકાસ્ટ વગેરે સગવડ ખરી, પણ મર્યાદિત પ્રમાણમાં.
૨. વોટ્સએપ બિઝનેસ એપ: બધું લગભગ રેગ્યુલર વોટ્સએપ જેવું પણ મેસેજને લેબલ કરવા, પ્રોડક્ટ્સના કેટેલોગ બનાવવા વગેરે જેવી વધારાની સગવડો મળે. તો પણ બધું ફ્રી.
૩. વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ: આ તમારે માટે નવી વાત હોઈ શકે. નાના-મોટા બિઝનેસ, બિઝનેસ પ્રમોશન, કસ્ટમર સપોર્ટ માટે વોટ્સએપનો, આ રીતે, પોતાની નાની-મોટી ટીમ દ્વારા ઉપયોગ કરી શકે છે. આ સર્વિસ પ્રમાણમાં અટપટી, મોંઘી છે અને વોટ્સએપે તેના ચાર્જ હજી વધાર્યા છે!
આ બધામાં, રેગ્યુલર વોટ્સએપમાં ઉમેરાઈ રહેલી ચેનલ્સ એવું ફીચર છે, જેમાંથી વોટ્સએપ કંપની કમાણી કરવાનું વિચારે છે - સામાન્ય યૂઝર્સ પાસેથી નહીં, પણ બિઝનેસ અને કન્ટેન્ટ્સ ક્રિએટર્સ પાસેથી.
એ નક્કી છે કે વોટ્સએપ પર ચેનલ ક્રિએટ કરનારા કન્ટેન્ટ ક્રિએટર્સની ભીડ જામશે. આવી ભીડમાં લોકો તેમને મનગમતી ચેનલ સુધી કેવી રીતે પહોંચે? એક રસ્તો એ છે કે ચેનલ ક્રિએટર્સ પોતાની ચેનલની લિંક ક્રિએટ કરી શકશે અને આ લિંક તેઓ પોતાની વેબસાઇટ પર, અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર કે ઇમેઇલ કે સાદા વોટ્સએપ મેસેજ વગેરે પર શેર કરી શકશે અને લોકો તેના પર ક્લિક કરીને તે ચેનલને વોટ્સએપમાં ફોલો કરી શકશે.
બીજા રસ્તા તરીકે વોટ્સએપ કંપની પોતે ચેનલ ક્રિએટર્સની ડિરેકટરી જેવું કંઈક તૈયાર કરશે. એ અપડેટ સેકશનમાં જ જોવા મળશે. તે લિસ્ટમાંથી લોકો તેમને ઉપયોગી કન્ટેન્ટ આપતી ચેનલ શોધીને તેમાં જોડાઈ શકશે. અહીં કંપનીની કમાણીની વાત આવે છે. વોટ્સએપ કંપની આ ડિરેકટરીમાં વિવિધ ચેનલ ક્રિએટર્સ પાસેથી રૂપિયા લઇને તેમની ચેનલને પ્રમોટ કરી આપશે. ફાયદો વોટ્સએપ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને યૂઝર્સ - બધાનો!
fLxuLx r¢yuxMko yLku rçkÍLkuMkLku WÃkÞkuøke Úkþu yk [uLkÕMk
વોટ્સએપમાં ચેનલ ફીચર કેવી સગવડ આપશે?
અત્યારે વોટ્સએપની નવી ડિઝાઇન લોન્ચ થઈ છે. તેમાં તમે જોયું હશે કે ટેબ્સ નીચેની તરફ આવી ગઈ છે. તેમાં સૌથી છેલ્લે સ્ટેટસ જોવા મળે છે. આ સ્ટેટસમાં અત્યારે આપણા કોન્ટેક્ટમાંના લોકોએ અપલોડ કરેલા અને ૨૪ કલાક સુધી જોઈ શકાય તેવા સ્ટેટસ જોવા મળે છે. ચેનલ ફીચર લોન્ચ થયા પછી સ્ટેટસ સેકશનનું નામ અપડેટ્સ થઈ જશે. એ પછી અહીં રાબેતા મુજબ સ્ટેટસ જોવા મળશે તથા તેની નીચે ચેનલ્સ જોવા મળશે. ચેનલના ક્રિએટર તેમાં ટેકસ્ટ, ફોટો, વીડિયો, ફીચર, પોલ્સ વગેરે અપલોડ કરી શકશે, જે ૩૦ દિવસ સુધી ત્યાં રહેશે. યૂઝર તરીકે આપણે પોતાને ઉપયોગી કે ગમતી બાબતો શેર કરતી ચેનલ્સને ફોલો કરી શકીશું. ચેનલ ફીચર અત્યારે માત્ર કોલમ્બિયા અને સિંગાપોરમાં ટેસ્ટ થઈ રહ્યંુ છે, ભારતમાં આવતાં થોડી વાર લાગશે.
ચેનલ્સ ફીચર સ્ટેટસ કરતાં કઈ રીતે અલગ રહેશે?
સ્ટેટસની આવરદા માત્ર ૨૪ કલાકની છે, જ્યારે વોટ્સએપના કહેવા મુજબ હાલમાં ચેનલ પર મુકાતું કન્ટેન્ટ ૩૦ દિવસ સુધી જળવાઈ રહેશે. એડમિન ઇચ્છે તો ૩૦ દિવસ પહેલાં ચેનલના ફોલોઅર્સના ફોનમાંથી આ કન્ટેન્ટ દૂર થાય એવા ફીચર પર પણ કંપની કામ કરી રહી છે. એ ઉપરાંત ચેનલના એડમિન તેમની ચેનલમાં શેર થતા કન્ટેન્ટના સ્ક્રીનશોટ ન લઈ શકાય કે ફોરવર્ડ ન કરી શકાય એવા સેટિંગ્સ પણ કરી શકશે. મતલબ કે વોટ્સએપ કંપનીએ અન્ય સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા કન્ટેન્ટ ક્રિએટર્સને જોઈતી સુવિધાઓ વોટ્સએપમાં આપવાનો પ્રયાસ કર્યો છે. ભારતમાં વોટ્સએપનો વ્યાપ જોતાં કન્ટેન્ટ ક્રિએટર્સ માટે વોટ્સએપમાં ચેનલ્સ પોતાના ફેન્સ અને ફોલોઅર્સ સુધી પહોંચવા માટેનો સૌથી સારો રસ્તો બની શકે તેમ છે.
વોટ્સએપની બીજી બાબતોની જેમ ચેનલ્સમાં પણ પ્રાઇવસી રહેશે?
અન્ય સોશિયલ મીડિયા કરતાં વોટ્સઅેપમાં પ્રાઇવસી ઘણી વધુ છે. એવી જ પ્રાઇવસી વોટ્સએપની ચેનલમાં પણ મળશે કે નહીં તેનો જવાબ હા અને ના બંને છે!
કંપની કહે છે કે ચેનલ ફીચરનો હેતુ કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાનું કન્ટેન્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે તેવો છે. આથી વોટ્સએપની અન્ય બાબતોની જેમ ચેનલમાં કન્ટેન્ટ બાયડિફોલ્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે નહીં. ઉપરાંત જો એડમિન શેરિંગ ઓન રાખે તો ચેનલમાં મળતું કન્ટેન્ટ ચેનલના ફોલોઅર્સ અન્ય લોકોને સહેલાઈથી શેર કરી શકશે.
બીજી તરફ ચેનલના એડમિન અને ફોલોઅર્સ બંનેના ફોન નંબર એકબીજાથી ખાનગી રહેશે. યૂઝર તરીકે આપણે કોઈ ચેનલને ફોલો કરીએ તો આપણો ફોન નંબર એ ચેનલના એડમિનને મળશે નહીં.
કન્ટેન્ટ ક્રિએટર્સને ચેનલમાંથી કમાણીના રસ્તા પણ મળશે
વોટ્સએપ કંપનીએ પોતાના બ્લોગમાં માત્ર અણસાર આપ્યો છે કે ચેનલ ફીચરને મોનેટાઇઝ કરવાના વિવિધ રસ્તાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. આ મોનેટાઇઝેશન વોટ્સએપ કંપની માટે તથા ચેનલના ક્રિએટર્સ બંનેને કમાણી કરાવે તેવું હશે.
આપણે એવું અનુમાન બાંધી શકીએ કે ચેનલના ક્રિએટર્સ તેમની ચેનલને ફોલો કરવા માટે ફ્રી અને પેઇડ બંને મોડેલ અપનાવી શકશે.
મતલબ કે અમુક કન્ટેન્ટ તદ્દન ફ્રી હોય અને તેનું અન્ય લોકો સાથે સહેલાઈથી શેરિંગ પણ કરી શકાય. જ્યારે કેટલુંક કન્ટેન્ટ પેઇડ રહેશે. જેનો લાભ જે તે ચેનલ માટેનું સબસ્ક્રિપ્શન ભરીને જોડાનારા લોકોને જ મળશે અને એ કન્ટેન્ટને તેઓ અન્ય લોકો સાથે સહેલાઈથી શેર કરી શકશે નહીં.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1xC6jW8
0 Comments