ઇન્ટરનેટ પર ચારેતરફ ક્લિકબેઇટહેડલાઇન્સની બોલબાલા છે. તમને પણ ઘણી વાર આવી હેડલાઇન્સનો પરચો મળી ગયો હશે. આવી હેડલાઇન એવી લલચામણી હોય કે તમે તેના વિશે વધુ જાણવા માટે આખો લેખ વાંચવા માટે હેડલાઇન પર ક્લિક કર્યા વિના રહી શકો નહીં. પરંતુ આખો લેખ જોઈ જાવ તો પણ તેમાં ખાસ કશું જ જાણવા મળે નહીં. પછી સમજાય કે એ હેડલાઇન ફક્ત આપણને ક્લિક કરવા માટે લલચાવવા માટે જ લખાઈ હતી.

જોકે ક્લિકબેઇટનો હદ બહારનો ઉપયોગ થાય એટલે લોકો અકળાય એ સ્વાભાવિક છે. સમગ્ર ઇન્ટરનેટ પર તેની સામે કચવાટ વધી રહ્યો છે. એ પારખીને, એક ન્યૂઝ એગ્રીગેટર સર્વિસેક્લિકબેઇટહેડલાઇન્સ સામે નવી રીતે લડાઈ આરંભી છે.આર્ટિફેક્ટનામની આ ન્યૂઝ એગ્રીગેટર સાઇટ ઇન્સ્ટાગ્રામના કો-ફાઉન્ડર્સે શરૂ કરી છે (તેના વિશે આપણે હમણાં જટેકનોવર્લ્ડમાં વાત કરી હતી). આ સર્વિસના યૂઝર્સ તેમની પસંદના ન્યૂઝ સોર્સમાંથી ન્યૂઝ આર્ટિકલ્સ પર નજર ફેરવી શકે છે. આર્ટિફેક્ટ સર્વિસ પોતે માત્ર આર્ટિકલ્સ એકઠા કરે છે અને એક એપમાં બતાવે છે, પરંતુ એ દરમિયાન જો કોઈ યૂઝરને કોઈ આર્ટિકલની હેડલાઇન ગેરમાર્ગે દોરતી હોય તેવી, એટલે કેક્લિકબેઇટપ્રકારની લાગે તો તેઓ આર્ટિકલ પર જરા લાંબા સમય પ્રેસ કરી, આર્ટિકલ પર વિવિધ એક્શન્સનું મેનૂ ઓપન કરી શકે. આવાં એક્શન્સમાંનું એક, હેડલાઇનને  ‘ક્લિકબેઇટતરીકે માર્ક કરવાનું પણ છે!

આ સર્વિસમાં આ ફીચર ખાસ્સું પોપ્યુલર થઈ રહ્યું છે અને યૂઝર્સ સંખ્યાબંધ હેડલાઇન્સને ક્લિકબેઇટ તરીકે રિપોર્ટ પણ કરવા લાગ્યા છે. એ જોઇને આ સર્વિસ એક ડગલું આગળ વધી છે. એ મુજબ જે હેડલાઇનને સંખ્યાબંધ યૂઝર્સે ક્લિકબેઇટ તરીકે માર્ક કરી હોય તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બદલી નાખવામાં આવે છે! જોકે આવું કરતી વખતે આંધળુકિયા કરવામાં આવતા નથી. સર્વિસની એઆઇ સિસ્ટમ સમજી વિચારીને માત્ર અમુક પ્રકારની ક્લિકબેઇટ હેડલાઇન બદલે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5kaVGps