
મોસ્કો,૧ જૂન,૨૦૨૩,ગુરુવાર
ચીન શોધ અને સંશોધનોમાં કશુંક અટપટ્ટુ કરવા માટે જાણીતું છે. તે કયારેય પર્યાવરણ કે કુદરતી વ્યવસ્થાની કયારેય પરવા કરતું નથી. ચીને નકલી સૂરજ પણ બનાવવા પ્રયાસ કરે છે અને કલોન ટેકનોલોજીનો દૂરોપયોગ પણ કરતું રહયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીની વૈજ્ઞાાનિકો પૃથ્વીની ક્રસ્ટમાં ૧૦ કિમી ઉંડો હોલ પાડી રહયું છે. ચીનનો આ વિવાદાસ્પદ પ્રયોગ કુદરત સાથે ચેડા છે. ચીને અત્યાર સુધી ઉંડા બોરહોલમાં ડ્રિલિંગ તેલ સમૃધ્ધ શિંજિયાંગ ક્ષેત્રમાં શરુ કર્યુ છે. રશિયા પછી આ દુનિયાનો સૌથી મોટો હોલ ચીન પાડી રહયું છે. રશિયાનો કોલા સુપરડીપ બોલહોલ ૧૯૮૯માં બન્યો હતો જેની ઉંડાઇ ૧૨ કિમી કરતા પણ વધારે હતી.

એવું માનવામાં આવે છે કે જમીનમાં ૧૦ થી વધુ ચટ્ટાનોના પડને છેદીને પાતળુ શાફટ જમીનમાં આગળ વધશે. શાફટ અર્થ ક્રસ્ટમાં ક્રેટેસિયસ સિસ્ટમ સુધી પહોંચી જશે. અર્થ ક્રસ્ટની ૧૪.૫ કરોડ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. આ પ્રોજેકટ ખૂબજ અઘરો માનવામાં આવે છે. મહત્વકાંક્ષી ચીન ખનીજ અને ઉર્જા સંસાધનો અંગે માહિતી મેળવવા ઇચ્છે છે. આ ઉપરાંત ભૂકંપ અને વોલ્કેનો જેવી કુદરતી આફતની આગાહી કરવા માટે સંશોધન કરવા માંગે છે. રશિયાને સુપરડીપ બોલ હોલ પાડવામાં વર્ષો લાગ્યા હતા જયારે ચીન આ પ્રોજેકટ ઝડપથી પુરો કરવા ઇચ્છે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tIA4fd1
0 Comments