- suLkku ykÃkýu hkusuhkus WÃkÞkuøk fheyu Aeyu íku zku{uLk rðþu ykÃkýu ½ýwt òýíkk Lk nkuEyu yuðwt çkLku

વેબસાઇટ ડોમેન અને તેનું હોસ્ટિંગ - આ બંને બાબત એવી છે જેનો આપણે રોજેરોજ ઉપયોગ કરતા હોવા છતાં તેની ઘણી બાબતોથી અજાણ હોઈએ છીએ. એટલે જ હમણાં ડોમેન રજિસ્ટ્રેશન સંબંધિત એક મોટા સમાચાર તરફ તમારું ધ્યાન ગયું નહીં હોય. આ એવા સમાચાર છે જેની તમને સીધી અસર થવાની શક્યતા નહિવત્ છે.

ગૂગલ તેની વિવિધ સર્વિસ શરૂ કર્યા પછી સંકેલી લેવા માટે પણ જાણીતી છે. ગૂગલે બંધ કરી દીધેલી લાંબા લિસ્ટમાં હજી એકનો ઉમેરો થઈ રહ્યો છે - ગૂગલ ડોમેઇન્સ! વિવિધ વેબસાઇટનાં ડોમેન રજિસ્ટર કરવા માટે ગૂગલની આ સર્વિસ અત્યાર સુધી ખાસ્સી પોપ્યુલર સર્વિસ રહી છે, પરંતુ હવે તે સમેટાઇ રહી છે. તમારી પોતાની કે તમે જે કંપનીમાં કામ કરી રહ્યા હો તેની વેબસાઇટનું ડોમેઇન ગૂગલની આ સર્વિસ પર ખરીદવામાં આવ્યું હોય પણ તમને તેની જાણ ન હોય તેવું બની શકે છે.

ગૂગલે છેક ૨૦૦૫થી ડોમેઇન નેમ રજીસ્ટ્રાર તરીકેનું કામકાજ શરૂ કર્યું હતું. ૨૦૧૫થી તેનું પબ્લિક માટે બિટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું. આપણે https://domains.google/ પર જઇને ૩૦૦થી વધુ પ્રકારના ટોપ લેવલ ડોમેઇન (જેમ કે .com, .org, વગેરે) રજિસ્ટર કરી શકીએ છીએ.

હવે સમાચાર છે કે ગૂગલ તેની આ સર્વિસ બંધ કરી રહી છે. તેનો બધો જ બિઝનેસ અને તેની મદદથી નોંધાયેલાં એકાદ કરોડ જેટલાં ડોમેનનો ડેટા સ્કવેરસ્પેસ’ (www.squarespace.com) નામની બીજી એક કંપનીને સુપ્રત કરી દેવામાં આવશે. આ કંપની પણ ડોમેઇન રજિસ્ટ્રેશન તથા હોસ્ટિંગની સવલત પૂરી પાડે છે. એ ઉપરાંત તેની મદદથી આપણે વેબસાઇટ પણ તૈયાર કરી શકીએ છીએ.

જો તમારી કે તમારી કંપનીની વેબસાઇટનું ડોમેઇન ગૂગલ ડોમેઇન્સ સર્વિસની મદદથી રજિસ્ટર કરવામાં આવ્યું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણા એકાઉન્ટ કે વેબસાઇટને કોઈ અસર થશે નહીં, તેમ જ આપણે કશું જ કરવાની પણ જરૂર નથી. માત્ર આપણા ડોમેઇન એકાઉન્ટની વિગત ગૂગલ ડોમેઇન્સમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર થશે અને આપણી વેબસાઇટ યથાવત ચાલતી રહેશે. નવી કંપની સ્કવેર સ્પેસના જણાવ્યા અનુસાર આવતા ઓછામાં ઓછા ૧૨ મહિના સુધી ગૂગલ ડોમેઇન્સના તમામ કસ્ટમર્સને તેમને ઓફર કરવામાં આવેલા દરે જ ડોમેઇન રિન્યુઅલ પણ કરી શકાશે.

અત્યારે આપણે આ સમાચારના નિમિત્તે, ડોમેન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં થોડા ઊંડા ઊતરીએ કેમ કે આખા ઇન્ટરનેટનાં મૂળ એમાં જ છે!

RLxhLkux ÃkhLke ðuçkMkkRxTMkLkk zku{uLk hrsMxÙuþLkLke «r¢Þk

ઇન્ટરનેટ પર દરેક વેબસાઇટને તેનું આગવું એડ્રેસ મળે છે - આવું કેવી રીતે શક્ય બને છે તે બાજુમાં દર્શાવ્યું છે.

સાવ સાદા શબ્દોમાં, આપણી વેબસાઇટને આપણે પોતાના ઘર સાથે સરખાવીએ તો ડોમેઇન એ ઘરની નેમપ્લેટ છે અને હોસ્ટિંગ આખે આખા ઘરની સ્પેસ  છે જેમાં આપણે જાત ભાતની વસ્તુઓ ગોઠવી શકીએ.

આજના સમયમાં દરેક બિઝનેસ માટે પોતાની વેબસાઇટ હોવી અત્યંત જરૂરી છે. આપણે વેબસાઇટ તૈયાર કરવાનું કે કરાવવાનું વિચારીએ ત્યારે સૌથી પહેલી બે બાબતો જરૂરી બને. વેબસાઇટનું ડોમેઇન અને વેબસાઇટનું હોસ્ટિંગ. આ બંને બાબત આપણે જુદી જુદી કંપની પાસે રજિસ્ટર કરાવી શકીએ. બંને એક જ કંપની પાસે હોવાં જરૂરી નથી. આપણે ઇચ્છીએ તો પહેલાં ફક્ત ડોમેઇન રજિસ્ટર્ડ કરી લઇએ અને પછી જ્યારે અનુકૂળતા થાય ત્યારે તેને માટે હોસ્ટિંગ ખરીદીને તેના પર વેબસાઇટ ડેવલપ કરી શકાય.  ડોમેઇનથી આપણી વેબસાઇટને ઇન્ટરનેટ પર એક ચોક્કસ એડ્રેસ મળે છે. આ એડ્રેસ પર પહોંચવાથી લોકોને આપણી વેબસાઇટની જુદી જુદી ફાઇલ એટલે કે જુદા જુદા વેબપેજ દેખાવા જોઇએ. આ ફાઇલ્સ મૂકવાનું સરનામું એટલે હોસ્ટિંગ. ડોમેઇન અને હોસ્ટિંગ બને બાબત વાર્ષિક ધોરણે રિન્યુ કરાવવાં પડે છે.

zku{uLk hrsMxÙuþLk rðþu Úkkuzwt ðÄw òýeyu

ડોમેનમાં મુખ્ય મુદ્દો ટીએલડી શું છે?

વર્ષો સુધી આપણે એમ જ માનતા વેબસાઇટના એડ્રેસમાં છેલ્લે .કોમ જ હોય, પણ હવે તમે જાણતા જ હશો કે એવું નથી! કોઈ પણ વેબસાઇટના એડ્રેસમાં સૌથી છેલ્લા ડોટ પછી લખેલા શબ્દો ટોપ લેવલ ડોમેન (ટીએલડી) કહેવાય છે.

બીજી વાત, આખા ઇન્ટરનેટની ફોન ડિરેક્ટરી જેવું કામ ડોમેન નેમ સિસ્ટમ (ડીએનએસ)ની મદદથી થાય છે. આપણે કોઈ વેબસાઇટ પર જવું હોય ત્યારે તેનું ડોમેન નેમ (જેમ કે google.com) લખીએ છીએ, પરંતુ વેબ બ્રાઉઝર વેબસાઇટ્સટને આઇપી એડ્રેસથી ઓળખે છે. ડીએનએસ, ડોમેન નેમને આઇપી એડ્રેસમાં ફેરવી નાખે છે. .કોમ ઉપરાંત સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, સરકારી સંસ્થા વિવિધ દેશની સંસ્થા વગેરેની વેબસાઇટ દર્શાવવા અનેક પ્રકારનાં ડીએલડી ઉપયોગમાં લેવાય છે.

નવું ડોમેન પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

આપણી વેબસાઇટનું એડ્રેસ એવું હોવું જોઇએ કે લોકોને સહેલાઈથી યાદ રહે. હવે મુશ્કેલી એ છે કે ઇન્ટરનેટ પર વેબસાઇટ્સ પ્રચલિત થયાને વર્ષો વીતી ગયા હોવાથી આપણને જોઇતું વેબએડ્રેસ મળવું ધીમે ધીમે મુશ્કેલ બનતું જાય છે. આપણા બિઝનેસનું નામ અને તેના છેડે .કોમ હોય તેવું એડ્રેસ સૌથી સારું ગણાય. કારણ કે વેબએડ્રેસ લખતી વખતી લોકો આંખ મીંચીને છેડે .કોમ લખી દેતા હોય છે. પરંતુ હવેના સમયમાં આપણા બિઝનેસનું નામ અને તેને છેડ .કોમ હોય તેવું એડ્રેસ મળવું બહુ મુશ્કેલ થતું જાય છે. એવું ડોમેન ન મળે તો આપણે બીજાં અનેક ટીએલડીમાંથી કોઈની પસંદગી કરી શકીએ છીએ. સારું ડોમેન એ ગણાય જે લોકોને વ્યક્તિને સહેલાઈથી યાદ રહે અને તે વાંચવાથી તેમને આપણો બિઝનસે-કામકાજ યાદ પણ આવે.

આપણને જોઈતું ડોમેન કોઈ બીજાને લઈ લીધું હોય તો?

આપણને જોઇતું ડોમેઇન આપણી પહેલાં બીજા કોઈએ નોંધાવી દીધું હોય તો ડોમેઇન રજિસ્ટર કરતી કંપની પોતે આપણને જુદા જુદા વિકલ્પો સૂચવે છે.

આ વિકલ્પો બે પ્રકારના હોઈ શકે. એક, બિઝનેસના નામમાં નજીવો ફેરફાર કે ઉમેરો અને બે, .કોમને બદલે બીજું કંઈ (બીજું ટીએલડી).

પહેલા ઉપાયમાં આપણા બિઝનેસનું જ ડોમેઇન કોઇએ રજિસ્ટર કરાવી લીધું હોય તો બિઝનેસના નામના છેડે ઇન્ફો, ઇન્ડિયા, ઓનલાઇન વગેરે જેવા શબ્દો ઉમેરતાં .કોમ સાથે એ નામ ઉપલબ્ધ હોય તેવું બની શકે.

બીજા ઉપાયમાં .કોમને બદલે .ઇન, .કો.ઇન, .બિઝ વગેરે પ્રકારના ટોપ લેવલ ડોમેઇન પસંદ કરી શકાય. હવે આ પ્રકારના અનેક નવા ટોપ લેવલ ડોમેઇન ઉપલબ્ધ છે, ફક્ત બધાં બહુ પ્રચલિત નથી.

એક સાઇટ માટે એકથી વધુ ડોમેન રજિસ્ટર કરાવી શકાય?

હા, ઘણા લોકો પોતાની કંપની માટે નવું ડોમેન રજિસ્ટર કરતી વખતે .કોમ, .ઓર્ગ, .ઇન વગેરે બીજાં સંખ્યાબંધ ટીએલડી સાથેનાં ડોમેન નોંધાવી લેતા હોય છે, જેથી બીજું કોઈ તેમના જેવુંજ ડોમેન મેળવે નહીં. ખાસ ધ્યાન એ આપવા જેવું છે કે .કોમ સૌથી વધુ પ્રચલિત ટોપ લેવલ ડોમેઇન છે. આથી આપણા જ નામનો બીજો કોઈ બિઝનેસ હોય, તેને .કોમ સાથેનું ડોમેઇન મળી ગયું હોય અને તેની વેબસાઇટ પણ હોય તો આપણે બીજું કોઈ ટીએલડી લેવાને બદલે બિઝનેસના નામમાં નજીવો ફેરફાર કરીને .કોમ સાથેનું ડોમેઇન મેળવવાનો પ્રયાસ કરીએ એ વધુ સારું રહેશે. આપણા બિઝનેસનું કાયદાકીય રીતે રજિસ્ટર્ડ નામ અને બિઝનેસનું ડોમેઇન થોડાં અલગ હોઈ શકે છે. જરૂરી એ છે કે આપણા વિઝિટર્સ સહેલામાં સહેલી રીતે આપણી વેબસાઇટ સુધી પહોંચી શકે.

ઇન્ટરનેટ પરની વેબસાઈટ્સના ડોમેન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

ઇન્ટરનેટ ઓફ થિંગ્ઝ - આ કન્સેપ્ટ આપણે માટે ખાસ અજાણ્યો નથીપરંતુ આપણા સ્માર્ટફોનલેપટોપ કે સ્માર્ટ ટીવીના સ્ક્રીનથી આગળ વધીને ઇન્ટરનેટ કેવાં કેવાં સાધનો સાથે કનેક્ટ થશે તેનો આપણને હજી પૂરો અંદાજ નથી.

જેમ કે નેધરલેન્ડની એક કંપનીએ આપણે માટે જૂની અને જાણીતી પેનને પણ ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી દીધી છે!

દેખાવમાં સામાન્ય પેન જેવી લાગતીપરંતુ નિબના ભાગે સામાન્ય કરતાં જરા ઉપસેલો ભાગ ધરાવતી આ પેન ઘણી બધી રીતે અનોખી છે. પેનના ઉપસેલા ભાગમાં વિવિધ સેન્સર અને હાઇટેકવિઝન અલ્ગોરિધમ્સથી સજ્જ કેમેરા ફિટ કરવામાં આવ્યા છેજે આ પેન પેપરને ટચ થાય એ સાથે એક્ટિવેટ થાય છે.

એ પછી પેનથી પેપર પર કંઈ પણ લખવામાં આવે કે ડ્રો કરવામાં આવે એ બધું જ જે તે ક્ષણે સેન્સર અને કેમેરાથી કેપ્ચર થાય છે અને પેનમાં જ ડિજિટાઇઝ થાય છે. પેનમાં ઇન્ફ્રારેડ લાઇટ સેન્સર્સ હોવાથી તે અપૂરતા પ્રકાશમાં પણ સહેલાઈથી બધું કેપ્ચર કરી શકે છે.

પેનમાંથી આ ડિજિટાઇઝ્ડ કન્ટેન્ટ આ પેનની એપમાં બ્લૂટૂથ દ્વારા મોકલી શકાય છે. આમ આપણે કાગળ પર કંઈ પણ લખીએ એ તરત ને તરત ડિજિટાઇઝ્ડ થાય છે અને ઇન્સ્ટન્ટલી ડિજિટાઇઝ્ડ ફોમમાં આપણા ડિવાઇસમાં આવી જાય છેજ્યાંથી તેને ગમે તેની સાથે શેર કરી શકાય છે.

વધુમાં ડિજિટાઇઝ્ડ થતું બધું કન્ટેન્ટ એન્ક્રિપ્ટેડ રહે છે એટલે કે  આપણા સિવાય બીજું કોઈ તે વાંચી શકતું નથી.

આમ તો હાઇ એન્ડ સ્માર્ટફોન અને ટેબલેટમાં સ્ક્રીન પર પેનથી લખવાની સગવડ હોય છે. પરંતુ આ પેન તેમની સરખામણીમાં જુદી છે.

તેની ખાસિયત એ છે કે તે બીજી બધી રીતેપૂરેપૂરો કાગળ પર લખવા જેવો જ અનુભવ આપે છે. પેનમાં ટચૂકડી બેટરી છે. જેને ફુલ ચાર્જ્ડ કરવામાં આવે એ પછી કુલ બે કલાક સુધી તે કામ આપે છે.

બ્લુટૂથ ઇયર બડની જેમ આ પેનનું ચાર્જર એ પ્રકારનું છે કે તેને તેના બોક્સમાં મૂકતાં તે આપોઆપ ચાર્જ થતું રહે છે.

પેન પેપરને ટચ કરે ત્યારે જ તેની સિસ્ટમ એક્ટિવેટ થાય છે. આથી બેટરી વધુ સમય સુધી ચાલી શકે છે. પેનમાં રેગ્યુલર ઇંક કાર્ટિજનો ઉપયોગ થાય છે જેને સહેલાઈથી બદલી શકાય છે. પેનની એપ આમ તો ફ્રી છે પરંતુ તેનું પ્રીમિયમ વર્ઝન ખરીદીએ તો તે હાથેથી લખેલી ટેકસ્ટને ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નેશન (ઓસીઆર) ટેકનોલોજીની મદદથી એડિટેબલ ડિજિટલ ટેકસ્ટમાં પણ ફેરવી આપે છે!

અચ્છાઆ પેનની કિંમત? 229 ડોલર (આશરે ૧૮ હજાર રૂપિયા).



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Hxs2XrM