
અત્યાધુનિક ટેક્નોલોજી સાથે MQ9B પ્રિડેટર ડ્રોન ખરીદવા માટે ભારત અને અમેરિકા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં, પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજ્ય મુલાકાત દરમિયાન, તેના પર અંતિમ મહોર લગાવવામાં આવી હતી. એક દિવસ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ડીલ પર સવાલો ઉઠાવ્યા હતા. સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, ડ્રોનની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી. પ્રિડેટર ડ્રોન MQ9B HALE ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. અમેરિકા પછી ભારત બીજો દેશ બનવા જઈ રહ્યો છે જેની પાસે આ ટેક્નોલોજી હશે.
કિંમત અંગે હજુ સુધી કોઈ કરાર થયા નથી: સુત્રો
સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, દુશ્મનના પ્રદેશમાં ગયા વિના, પ્રિડેટર ડ્રોન ત્યાં ચાલી રહેલી ગતિવિધિઓને પકડી લેશે. આ સાથે તે હથિયારો છોડવાની ક્ષમતા પણ ધરાવે છે. બે બાબતો એકદમ સ્પષ્ટ છે કે આ લેટેસ્ટ ટેક્નોલોજી છે. અમેરિકા ટેકનોલોજીના મહત્તમ ટ્રાન્સફર માટે તૈયાર છે. જોકે સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, તેની કિંમત અંગે હજુ સુધી કોઈ કરાર નથી.

CCSમાં પણ આ મુદ્દો આવ્યો નથી
કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, રાફેલ ડીલની તર્જ પર પ્રિડેટર ડ્રોન ચાર ગણી કિંમતે ખરીદવામાં આવ્યું છે. ટેક્નોલોજીની ગુણવત્તા પર સવાલો ઉઠાવીને તેને જંક ગણાવી હતી. સરકારી સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે, 'આ ડ્રોનની કિંમત હજુ સુધી બંને દેશો વચ્ચે નક્કી કરવામાં આવી નથી. જરૂરિયાત મુજબ તેને વધારી કે ઘટાડી પણ શકાય છે. કાસ્ટિંગનો મામલો CCS (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)માં પણ આવ્યો નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FPbtCiB
0 Comments