![]() |
| Image:Pixabay |
લાંબા સમયથી માણસ પૃથ્વી સિવાય એક એવા ગ્રહની શોધમાં છે, જેના પર જીવનની સંભાવના હોય. જો ક્યારેય કોઈ પ્રલયમાં પૃથ્વીનો નાશ થાય અને મનુષ્ય માટે અહીં રહેવું અશક્ય બની જાય તો તે ગ્રહ ફરીથી નવી દુનિયાની સ્થાપના માટે ઉપયોગી થશે. નાસા સહિત ઘણી સ્પેસ એજન્સીઓ ઘણા વર્ષોથી આ પ્રયાસમાં લાગેલી છે. પરંતુ હજુ સુધી આવી કોઈ ખાસ સફળતા મળી નથી.
મંગલ ગ્રહથી લાઈવ સ્ટ્રીમ કરાયો વીડિયો
દરેક સ્પેસ એજન્સી એવા ગ્રહની શોધમાં છે જ્યાં પાણી, ઓક્સિજન અને માનવ જીવન માટે યોગ્ય દરેક સુવિધા ઉપલબ્ધ હોય. અત્યાર સુધી આ શોધમાં મંગળ ગ્રહ સૌથી આગળ છે. આ સિવાય ઘણા વૈજ્ઞાનિકો ચંદ્ર પર પણ આ પ્રયોગ કરી રહ્યા છે. મંગળ ગ્રહ પર આવા અનેક પુરાવા મળ્યા છે, જે પુષ્ટિ કરે છે કે આ ગ્રહની સપાટી પર પાણી છે. હાલમાં જ મંગળ ગ્રહનો એક નવો વિડિયો સામે આવ્યો હતો, જે ત્યાંથી લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.
દર 50 સેકન્ડે નવો વીડિયો
આ પદ્ધતિથી મંગળ ગ્રહથી પૃથ્વી પર દર 50 સેકન્ડે એક નવો વીડિયો પ્રાપ્ત થશે. આમાંથી 60 મિનિટનું ફૂટેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ તમામ ફૂટેજ સીધા માર્સ એક્સપ્રેસમાંથી મોકલવામાં આવ્યા હતા. આ વિઝ્યુઅલ મોનિટરિંગ કેમેરાથી મોકલવામાં આવી રહ્યા છે. માર્સ એક્સપ્રેસ વર્ષ 2003માં લોન્ચ કરવામાં આવ્યો હતો. અત્યારે તે તેના તમામ ફૂટેજ હેડક્વાર્ટરને મોકલી રહ્યો છે. આ અંગે વૈજ્ઞાનિકો ખૂબ જ ઉત્સાહિત છે. જો કે વર્ષ 2003માં લોન્ચ થયા બાદ અત્યાર સુધી ઘણો સમય થઇ ગયો છે. જો અદ્યતન કેમેરા ફરીથી મોકલવામાં આવે તો કદાચ મંગળને વધુ ઊંડાણમાં સમજી શકાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tgcrO9S

0 Comments