Image Envato

તા. 30 જૂન 2023, શુક્રવાર

હાલમાં ભારતીય કારોની બ્રાન્ડસને ટેસ્ટિંગ માટે તેમના મોડલને વિદેશમાં મોકલવા પડતા હતા, જેમા બ્રાન્ડ્સને બહુ મોટો ખર્ચ ભોગવવો પડતો હતો. પરંતુ હવે BNCAP દ્વારા ભારતમાં જ કારોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. 

1 ઓક્ટોબર 2023થી આ પ્રોગ્રામ ભારતમાં શરુ કરી દેવામાં આવનાર છે. 

ભારતમાં કારોનું માર્કેટ ઘણું સારુ છે અને તેમાં પણ ભારતીયોને તેમના બજેટમાં સસ્તી અને માઈલેજવાળી ગાડી મળી જતી હોવાથી ભારતમાં સારી ડિમાન્ડ રહેલી છે. પરંતુ હવે ભારતીય ગ્રાહકોનો ગાડી ખરીદવા માટેનો અંદાજ બદલાયો છે, ગ્રાહકો હવે કારોમાં સેફ્ટી રેટિંગ્સ માંગતા હોય છે. પરંતુ વર્તમાન સમયમાં ભારતીય કારોની બ્રાન્ડસના ટેસ્ટિંગ માટે તેમના મોડલને વિદેશમાં મોકલવા પડતા હતા, જેમા બ્રાન્ડ્સને બહુ મોટો ખર્ચ ભોગવવો પડતો હતો. પરંતુ હવે BNCAP દ્વારા ભારતમાં જ કારોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલે કે આગામી 1 ઓક્ટોબર 2023થી આ પ્રોગ્રામ ભારતમાં શરુ કરી દેવામાં આવનાર છે. 

ભારત માટે ફાયદાકારક 

એક માહિતી પ્રમાણે કારનું ટેસ્ટિંગ સ્વૈચ્છિક રહેશે.. તેમા માટે સેમ્પલ ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરથી પાસેથી મળશે અથવા BNCAP તેમને ડીલરો શોરુમમાં રેંડમલી પસંદ કરી મેળવી શકશે. ભારતનો ખુદનો સેફ્ટી રેટિંગ પ્રોગ્રામ એટલા માટે મહત્વપુર્ણ છે કારણ કે બ્રાન્ડ્સને તેના મોડલ્સના ટેસ્ટિંગ માટે વિદેશમાં નહી મોકલવા પડે. આ ઉપરાંત આ આખી પ્રોસેસમાં કંપનીઓને ભારે ખર્ચ વહન કરવો પડતો હતો. તેથી કંપનીઓને તો ફાયદો થશે પરતં સાથે- સાથે કાર ખરીદનારાઓને પણ ફાયદો થશે. અને કારના લોન્ચિંગ સાથે તેનું સેફ્ટી ટેસ્ટિંગ પણ શરુ થઈ જશે. 

આ આધારે થશે ટેસ્ટિંગ

ભારતમાં હવે કારોની સેફ્ટી ટેસ્ટિંગ ફરજીયાત છે જેમાં BNCAP-3 પોઈન્ટમાં આધારે ટેસ્ટિંગ કરે છે. એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન (AOP),ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન અને  SAT એટલે કે સેફ્ટી અસિસ્ટેંડ ટેકનોલોજી. આમ આ ત્રણ રીતે તેનું  પરુક્ષણ કરવામાં આવશે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZoqwyiA