![]() |
| Image Envato |
તા. 26 જૂન 2023, મંગળવાર
આપણામાંથી ઘણા લોકોએ વિમાનની મુસાફરી કરી હશે, તો દરેક લોકોએ વિમાનને તો જોયુ જ હશે. પરંતુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે આ વિમાનમાં તેના ઈંધણની ટાંકી ક્યા આવેલી હોય છે, તેમજ તેનામાં ક્યુ ઈંધણ વપરાય છે. આ ઉપરાંત તેમા કેટલું ઈંધણ ભરવામાં આવે છે. આજે તમને આ વિશે માહિતી આપીએ.
વિમાનમાં જે ઈંધણ નાખવામાં આવે છે તે નથી તો પેટ્રોલ હોતુ કે નથી ડીઝલ હોતું
સામાન્ય રીતે દરેક વાહનોમાં પેટ્રોલ, ડીઝલ અથવા કેટલાક વાહનોમાં સીએનજી હોય છે જે ગેસથી ચાલે છે. એવી જ રીતે વિમાનોમાં પણ પ્રવાહી બળતણની જરૂર પડતી હોય છે. અને તેમા ફરક માત્ર એટલો છે કે મુસાફરોને લઈ જતા મોટા એરક્રાફ્ટના ઈંધણ ક્ષમતા ઘણી વધારે છે. સરળ ભાષામાં સમજીએ તો એરબસ કે જમ્બો બોઇંગની ટાંકીમાં જેટલા તેલનો ઉપયોગ થાય છે તેનાથી 6 થી 8 હજાર કારની ટાંકી ભરી શકાય છે. અને વિમાનમાં જે ઈંધણ નાખવામાં આવે છે તે નથી તો પેટ્રોલ હોતુ કે નથી ડીઝલ હોતું. તે રંગ વગરનું અને સરળતાથી બળી શકે તેવુ કેરોસીન આધારિત ઈંધણ હોય છે.
વિમાનમાં ઈંધણની ટાંકી ક્યા આવેલી છે
તમને જાણીને નવાઈ લાગશે કે વિમાન માટેની ઈંધણની ટાંકી તેના પાંખડામાં અને બીજુ તેના પાછળના ભાગે આવેલી હોય છે. અને તેના પાંખડામાં જ ટાંકી ગોઠવવામાં આવેલા હોય છે અને તેમાં સેંકડો લીટર ઈંધણ સમાઈ શકે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે પ્લેનમાં ઈંધણ માટેની ટાંકી આ રીતે કેમ બનાવી હશે. શું વિમાનની પાંખો આટલી ક્ષમતાના તેલનો સંગ્રહ કરી શકે છે? તો તેનો જવાબ છે હા, વિમાનની આ લાંબી પાંખો હજારો લીટર તેલ ભરવાની ક્ષમતા છે.
કેમ આ રીતે કરવામાં આવેલ હોય છે
વિમાનની બંન્ને બાજુ લાંબી અને એક નહી પરંતુ ઘણી બધી ટાંકીઓ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત તેના પાછળના ભાગે એક ટાંકી જોવા મળે છે. પહેલાના વિમાનોમાં ઇંધણની ટાંકી વિમાનની નીચે આવતી હતી, પરંતુ નવી ટેકનોલોજી અને તેના વધતા વજનને કારણે તેની જગ્યા આ રીતે બદલવામાં આવી છે કે જેના કારણે વિમાનોમાં મોટી માત્રામાં તેલ ભરી શકાય. અને તેને ગુરુત્વાકર્ષણની અસર ન થાય તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહી તેલ ભરવાથી વિમાનના વજન પર અસર થતી નથી અને ગુરુત્વાકર્ષણની પણ અસર થતી નથી. વિમાનનો ભાર બન્ને બાજુ વહેંચાઈ જાય છે.
વિમાનમાં કેટલું ઈંધણ ભરવાની કેપેસીટી હોય છે
વિમાનમાં તેલ ભરવાની કેપેસીટી સાંભળી નવાઈ પામશો, એક બોઈંગ કે એરબસ એટલું તેલ ભરી શકાય છે કે તેમા હજારો બાઈક કે સેંકડો કારોની ટાંકીમાં ઈંધણ ભરી શકાય છે. મતલબ કે, એરબસ A380 ની ઇંધણ ટાંકીમાં 323,591 લિટર તેલ ભરી શકાય છે. નાના વિમાનોની ઈંધણ ટાંકીની ક્ષમતા 4000 - 5000 લિટર છે જ્યારે મધ્યમ વિમાનોમાં 26000 થી 30000 લિટરની ક્ષમતા રહેલી હોય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7itYFqs

0 Comments