છેલ્લા ઘણા મહિનાઓથી, ટેક સેક્ટરમાં નોકરીઓને લઈને ઘણી ઉથલપાથલ ચાલી રહી છે, જ્યારથી ChatGPT, Bard જેવા AI ટૂલ્સ આવ્યા છે, ત્યારથી નોકરીઓની સ્થિતિ પડકારજનક બની છે, આ અંગેની માહિતી તાજેતરમાં પ્રાપ્ત થઈ છે. 

મે મહિનામાં AIને કારણે આટલા લોકોએ નોકરી ગુમાવી 

AIચર્ચાનો વિષય ત્યાર બન્યું કે જયારે OpenAI એ નવેમ્બર 2022 માં ChatGPT રજૂ કર્યું હતું, ત્યારબાદ Google અને Microsoft પણ ફેબ્રુઆરી 2023 માં તેમના AI ટૂલ્સ લાવ્યા હતા. હવે વધુ ને વધુ કંપનીઓ તેમના ઉત્પાદનોમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. AIના કારણે ગયા મહિને ટેક સેક્ટરમાં 4 હજારથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી.

એક રીપોર્ટ અનુસાર ગયા મહિને 80 હજાર લોકોએ નોકરીઓ ગુમાવી 

એક રિપોર્ટના જણાવ્યા અનુસાર, મે મહિનામાં કુલ 80 હજાર નોકરીઓ છીનવાઈ ગઈ. જેમાં AIના કારણે 4 હજાર લોકોએ નોકરી ગુમાવી છે.  જ્યારે અન્ય નોકરીઓમાં કાપમાં આર્થિક સ્થિતિ, ખર્ચમાં ઘટાડો વગેરે અન્ય કારણોનો સમાવેશ થાય છે.

ChatGPT ઓફિસમાં માણસોનું સ્થાન લઈ રહ્યું છે 

રિપોર્ટ અનુસાર, 2023માં અત્યાર સુધી કુલ નોકરીઓમાં થયેલા ઘટાડાની માહિતી પણ શેર કરવામાં આવી છે, જાણવા મળ્યું છે કે જાન્યુઆરીથી મે સુધીમાં લગભગ 4 લાખ લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી છે. એક પ્રવક્તાએ ઈનસાઈડરને એમ પણ જણાવ્યું કે નોકરીમાં કાપ માટે AIને દોષિત ઠેરવવામાં આવી રહ્યું છે. ChatGPT ઓફિસમાં માણસોનું સ્થાન લઈ રહ્યું છે.

ભારતમાં બેરોજગારીના આંકડા 

2023 ના પ્રથમ ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થાએ 6.1 ટકાનો વિકાસ દર નોંધાવ્યો હતો, તે જ 2023 ના પ્રથમ ક્વાર્ટરના પ્રથમ મહિનામાં એટલે કે, જાન્યુઆરીમાં દેશમાં બેરોજગારીનો દર 7.14 ટકા હતો. દેશમાં બેરોજગારીનો દર માર્ચમાં 7.8 ટકાથી વધીને એપ્રિલમાં 8.11 ટકા થયો હતો. છેલ્લા એક વર્ષમાં દેશમાં બેરોજગારીનો સરેરાશ દર 7.6 ટકા છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/U8frbsZ