
- આ બીજો 'ચંદ્ર' 2,100 વર્ષથી પૃથ્વી ફરતો ઘૂમે છે
- આ 'લઘુગ્રહ' એટલો નાનો છે કે નરી આંખે જોઈ શકાતો ન હતો પરંતુ ખગોળશાસ્ત્રીઓના પણ ધ્યાન બહાર ગયો : હમણાં જ તેની શોધ થઈ
નવી દિલ્હી : ખગોળશાસ્ત્રીઓએ કેટલાય નવા તારાઓ, ગ્રહો અને ઉપગ્રહોની શોધ કરી છે તે શ્રેણીમાં તાજેતરમાં જ વિજ્ઞાાનીઓએ એક લઘુગ્રહની શોધ કરી છે જેને ૨૦૨૩, ખઉ૧૩ તેવું નામ અપાયું છે. વાસ્તવમાં તે એક 'એસ્ટેરાઇડ' છે આ એસ્ટેરોઇડઝ મૂળ તો મંગળ અને ગુરૂની વચ્ચે રહેલા એક ગ્રહના ટુકડા છે. આ ગ્રહ હજી જ્યારે ઠર્યો ન હતો ત્યારે આપણા સૂર્યમંડળમાંથી એક અન્ય સૂર્ય, ગુરુ અને તે ગ્રહની વચ્ચેથી પસાર થયો ત્યારે તે ગ્રહના (વાયુ સ્વરૂપ ગ્રહ)ના ટુકડા થઈ ગયા આશરે ૪ અબજ વર્ષ પહેલા આ ઘટના બની હોવાનું વિજ્ઞાાનીઓનું અનુમાન છે. આ ટુકડાઓ એટલા નાના હતા કે તે જલ્દી ઠરી ગયા પરંતુ તેમનું ગુરુત્વાકર્ષણ બળ નહિવત હોવાથી તેની ઉપર વાતાવરણ રહ્યું જ નહીં. તે સૂકી કોરી પાષાણ 'શિલા'ઓ સૂર્ય ફરતા પરીવલયાકારે ઘૂમતી રહી. તે પૈકીની એક 'શિલા' પૃથ્વી તરફ ખેંચાઈ હશે અને તે પૃથ્વી ફરતી પરિક્રમા કરી રહી છે. આ ઘટના આશરે ૨,૧૦૦ વર્ષ પૂર્વે બની હોવાનું વિજ્ઞાાનીઓનું અનુમાન છે અને ત્યારથી આ લઘુગ્રહ પૃથ્વી ફરતે ફરી રહ્યો છે તેને વિજ્ઞાાનીઓએ 'ક્વાસી મુન' એવું નામ આપ્યું છે. તે આપણો બીજો 'ચંદ્ર' બની રહ્યો છે.
વિજ્ઞાાનીઓએ ઁછશ- જી્છછઇજી સર્વે ટેલીસ્કોપનો ઉપયોગ કરી સૌથી પહેલા ૨૮મી માર્ચે 'શોધ્યો' હતો. આ ટેલિસ્કોપ હવાઈ ટાપુ ઉપરના એક નિષ્ક્રિય જ્વાળામુખી 'હલીકાલા'માં રખાયું છે રાત- દિવસ અમુક અમુક (ટૂંકા ગાળાના) સમયે આકાશના ફોટા ખેંચે છે. જેમાં ૨૮મી માર્ચે આ લઘુગ્રહની તસ્વીરો ખેંચાતા તે પછી વિજ્ઞાાનીઓએ પૂરી તપાસ કરી ૧લી એપ્રિલે આ 'ક્વાસી મુન'ની જાહેરાત કરી.
આ પછી કેનેડા, ફ્રાંસ અને અમેરિકાના એરિઝોના સ્થિત 'કીટ પીક' નેશનલ ઓબ્ઝર્વેટરી તથા માઉન્ટ લેમનની ઓબ્ઝર્વેટરી (સ્કાઇ સેન્ટર) દ્વારા પણ આ 'ક્વાસી મુન'ની પુષ્ટિ કરાઈ છે.
ફ્રેન્ચ પત્રકાર એડ્રીયન કૉફીનેટે આ વિષે સાંભળ્યું ત્યારે તેમણે ખગોળવિદ ટોનીન્ડનનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે 'ઓર્બિટ સ્ટીમ્યુલેટર'નો ઉપયોગ કરી આ એસ્ટેરોઈડની પરિભ્રમણ કક્ષા (ઓર્બિટ) નિશ્ચિત કરી તેમણે કહ્યું કે, આ 'ક્વાસી મુન' પણ આપણો ચંદ્ર જેમ પૃથ્વી ફરતો ઘૂમે છે અને પૃથ્વી જે ભ્રમણ કક્ષામાં સૂર્ય ફરતી ઘૂમે છે તે ભ્રમણ કક્ષામાં જ આ ટચુકડો ઉપગ્રાહ (ક્વાસી મુન) પણ ચંદ્રની જેમ જ સૂર્યની પરિક્રમા કરે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AJXLjKb
0 Comments