Photo Credit: freepik

નવી દિલ્હી,તા. 10 જૂન 2023, શનિવાર 

એક ખતરનાક એસ્ટ્રોઇડ અવકાશમાંથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તે રવિવાર એટલે કે 11 જૂન, 2023ના રોજ પૃથ્વીથી નજીકથી પસાર થવાનો છે.  આ એટલા માટે ખતરનાક છે કારણ કે, આ એસ્ટ્રોઇડનું કદ બુર્જ ખલીફા જેટલું છે. જે વિશ્વની સૌથી ઊંચી ઈમારતની બરાબર છે.

આ એસ્ટરોઇડ પૃથ્વીથી લગભગ 31 લાખ કિલોમીટર દૂરથી નીકળશે. આ અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં આઠ ગણું છે. પરંતુ કોઈપણ કારણોસર જો તેની દિશામાં ફેરફાર થાય છે. તેથી તે પૃથ્વીને રાખમાં ફેરવી શકે છે. જ્યારે આટલો મોટો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાય તો ભયંકર વિનાશ સર્જી શકે છે.

એસ્ટરોઇડનું નામ 1994XD

આ એસ્ટરોઇડનું નામ 1994XD છે. તેની પહોળાઈ 1200 થી 2700 ફૂટ છે. સમસ્યા એ નથી કે, તે એકમાત્ર એસ્ટ્રોઇડ છે. તેના બદલે તે ચંદ્રની સાથે પૃથ્વીની બાજુમાંથી બહાર પસાર થવાનો છે, જે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. એટલે કે આ લઘુગ્રહની આસપાસ એક ચંદ્ર પણ ફરે છે.

નાસાનું શું કહેવુ છે?

નાસાનું માનવું છે કે, તે પૃથ્વીથી સુરક્ષિત અંતરથી નીકળી જશે પરંતુ અમે તેને ખતરનાક એસ્ટરોઇડની લિસ્ટમાં રાખીશું. કારણ કે તેનું કદ અને પૃથ્વીથી અંતર તેને... ઘાતક બનાવે છે. અવકાશમાંથી આવતા કોઈપણ પથ્થર કે, જે 460 ફૂટથી મોટો હોય છે અને પૃથ્વીથી 74.8 કિમીના અંતરે હોય તે ખતરનાક માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોની ગણતરી મુજબ આગામી 1000 વર્ષ સુધી એસ્ટ્રોઇડની ટક્કર થવાની કોઈ શક્યતા નથી. પરંતુ કોઈપણ એસ્ટ્રોઇડ પૃથ્વી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તેની દિશામાં અને ગતિમાં થોડો ફેરફાર થાય.

ગયા વર્ષે, DART મિશન દ્વારા, બે એસ્ટરોઇડ સિસ્ટમ્સમાંથી એક નાના એસ્ટરોઇડ ઉપગ્રહ સાથે અથડાઈ હતી. આ પછી એસ્ટરોઇડની દિશા બદલી ગઇ હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં જો કોઈ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવે તો તેને રોકેટ દ્વારા નષ્ટ કરી દેવામાં આવે. અથવા અવકાશમાં તેની દિશા બદલી નાંખવામાં આવે. 

સૌરમંડળમાં ફરતા મોટાભાગના એસ્ટરોઇડ મંગળ અને ગુરુ વચ્ચેથી આવે છે. જો કોઈ એસ્ટ્રોઇડ પૃથ્વીથી 1.3  એસ્ટ્રોનોમિકલ યૂનિટ્સના અંતરે આવે છે, તો તેને પૃથ્વીની નજીકના પદાર્થો (NEO) કહેવામાં આવે છે. વર્ષ 2005માં, નાસાએ અભ્યાસ કર્યો અને જણાવ્યું કે, પૃથ્વીની નજીકની મોટાભાગની વસ્તુઓ 460 ફૂટ પહોળી છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ESt5Ck1