
હવે લગભગ દરેક માણસ Open AI ChatGPT વિશે જાણે છે. ગયા વર્ષે નવેમ્બરમાં શરૂઆત થઈ ત્યારથી, ChatGPT એ પોતાનો દબદબો બનાવી લીધો છે. આ એપ બહુ ઓછા સમયમાં ઇતિહાસની સૌથી લોકપ્રિય એપ્લિકેશન બની ગઈ છે. આ ચેટબોટ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે કારણ કે તે માણસોની જેમ જવાબ આપે છે. જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે તેના પર સંપૂર્ણપણે આધાર રાખવો એ માનવ માટે ખતરો બની શકે છે. ChatGPTને લઈને અનેક પ્રકારના અનોખા કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને હવે આવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને ઈન્ટરનેટ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી જોવા મળી રહી છે.
વિદ્યાર્થીએ તેના અંગ્રેજી હોમવર્ક માટે ChatGPT નો ઉપયોગ કર્યો
ધોરણ 7માના વિદ્યાર્થીએ તેના અંગ્રેજી હોમવર્ક માટે ChatGPT નો ઉપયોગ કર્યો હતો, પરંતુ એક વાક્યને કારણે તે પકડાઈ ગયો હતો. આના પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, કેટલાક યુઝર્સ કહે છે કે, કોપી કરવા માટે પણ, અકલ જરૂરી છે.
એક વાક્યના લીધે તે વિધાર્થી પકડાઈ ગયો
વોલનટના સીઇઓ રોશન પટેલે અસાઇનમેન્ટના ફોટો સાથે ટ્વિટર પોસ્ટમાં આ ઘટના શેર કરી હતી અને જણાવ્યું હતું કે, તેના પિતરાઇ ભાઇએ અંગ્રેજી હોમવર્ક પૂરું કરવા માટે ChatGPTનો ઉપયોગ કર્યો, પરંતુ એક જ વાક્યને કારણે તે રંગે હાથ પકડાઈ ગયો હતો. હોમવર્ક અસાઇનમેન્ટમાં એક વિશેષ વાક્ય લખ્યું હતું કે, 'એઆઈ ભાષાના મોડેલ તરીકે, મારી પાસે કોઈ વ્યક્તિગત અપેક્ષાઓ કે અભિપ્રાયો નથી.' આ વાક્યના કારણે આ વિધાર્થીની પોલ ખુલી ગઈ અને તે પકડાઈ ગયો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો
જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો ઘણા લોકો હસવાનું રોકી શક્યા નહીં. કેટલાકે કહ્યું કે, આજના બાળકો ટેક્નોલોજીનો અદ્ભૂત ઉપયોગ કરી રહ્યા છે. જો કે, શિક્ષકો પણ સ્માર્ટ બન્યા છે, તેથી જ આ વિદ્યાર્થી ઝડપાયો. બીજી તરફ, કેટલાક યુઝર્સે લખ્યું કે વડીલોએ સાચું કહ્યું છે - નકલ કરવા માટે પણ બુદ્ધીની જરૂર છે. કેટલાક ત્યાં લખે છે કે, બધું સ્ક્રિપ્ટેડ છે.

from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OJXKUxt
0 Comments