Image Twitter 

તા. 12 જૂન 2023, સોમવાર

યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ મંગળ ગ્રહની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોતા જ તમે કહી ઉઠશો શું મંગળ આટલો સુંદર ગ્રહ છે! હા આ વાત સાચી છે મંગળ ગ્રહની સુંદરતા આપણી પૃથ્વી કરતા ઓછી નથી. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ 20 વર્ષના ડેટાથી બનેલી આ તસવીર શેર કરી છે. એજન્સીનું માર્સ એક્સપ્રેસ મિશન 20 વર્ષ પહેલા 2003માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી ભેગા કરવામાં આવેલા ડેટાને જોડીને મોઝેક તૈયાર કરવામાં આવ્યું છે. જેને હાઈ રિઝોલ્યુશન સ્ટીરિયો કેમેરા (HRSC)ની મદદથી તૈયાર કરવામાં આવેલ છે. 

4000 કિમીથી 10,000 કિમી વચ્ચેની ઉંચાઈએથી  90 તસ્વીરો એકત્ર કરી

હાઈ રિઝોલ્યુશન સ્ટીરિયો કેમેરા (HRSC)એ 4000 કિમીથી 10,000 કિમી વચ્ચેની ઉંચાઈએથી અલગ અલગ 90 તસ્વીરો એકત્ર કરી છે. આ રીતે તેણે 2500 કિમીની ત્રિજ્યા પર કબજો કરી લીધો હતો. ત્યાર બાદ આ દરેક ફોટાને એક સાથે રાખવામાં આવ્યા હતા. અને પછી જે રંગો ઉભરી આવ્યા તે ખરેખર અકલ્પનીય હતા. એટલે કે મંગળ ગ્રહની આટલી  સુંદર તસ્વીરો જોવા મળી હતી. 

ગ્રહનો એક મોટો ભાગ ગ્રે અથવા વાદળી રંગ જોવા મળે છે.

મંગળ ગ્રહના ફોટો જોતા જ ખ્યાલ આવી જાય કે આ લાલ ગ્રહ તરીકે ઓળખાતો આ પડોશી અવકાશી પદાર્થ સાથે ઘણા રંગો છે. મંગળનું આવું રૂપ આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. તમારા મનમાં એક વિચાર આવતો હસે કે તો પછી આ લાલ કેમ દેખાય છે?  ઇન્વર્સના રિપોર્ટ મુજબ મંગળ પર ઓક્સિડાઇઝ્ડ આયર્ન ખૂબ જ મોટી માત્રામાં રહેલો છે. જેના કારણે તે લાલ દેખાય છે. પરંતુ ગ્રહનો એક મોટો ભાગ ગ્રે અથવા વાદળી રંગ જોવા મળે છે. જે ફોટોમાં જોઈ શકાય છે.

ઓર્બિટર 20 વર્ષથી તેની પરિક્રમા કરી રહ્યું છે

2 જૂન, 2003ના રોજ માર્સ એક્સપ્રેસ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓર્બિટર 20 વર્ષથી તેની પરિક્રમા કરી રહ્યું છે. અને તે સતત મંગળની સપાટી વિશે માહિતી મેળવી રહ્યું છે. જેથી કરીને તેના ખનિજો વિશે માહિતી શોધી રહ્યું છે. સાથે સાથે એ પણ જાણી શકાય છે કે ત્યાનું વાતાવરણ કેવું છે અને આ કેવી રીતે  ફરે છે તેના વિશે પણ માહિતી મેળવી શકાય છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IiPa7kW