
નવી દિલ્હી,તા. 22 જૂન 2023, બુધવાર
જ્યુરીએ Google ને $15.1 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો. આ દંડ ઓડિયો સોફ્ટવેર સંબંધિત બે પેટન્ટ નિયમોના ઉલ્લંઘન માટે લગાવવામાં આવ્યો છે જે ગૂગલે ચૂકવવો પડશે.
એક કિસ્સામાં, પર્સનલ ઑડિયોએ દલીલ કરી હતી કે, Google ની મ્યુઝિક એપ્લિકેશન Google Play Musicમાં પ્લેલિસ્ટ ડાઉનલોડિંગ, નેવિગેશન અને એડિટિંગ સુવિધાઓ છે જે તેના પેટન્ટ અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
જ્યુરીએ એમ પણ કહ્યું કે ગૂગલે જાણી જોઈને પેટન્ટનું ઉલ્લંઘન કર્યું છે. આવી સ્થિતિમાં આ રકમ ત્રણ ગણી વધી શકે છે.
બીજી તરફ, ગૂગલે બુધવારે કહ્યું કે, તે આ નિર્ણયથી નિરાશ છે અને અપીલ કરવાની યોજના ધરાવે છે. ટેક દિગ્ગજે આ મામલે કહ્યું કે, આ નિર્ણય બંધ ઉત્પાદની ચિંતા કરે છે અને આની અસર ગ્રાહકોને નહીં થાય.
Google આ પેઢીને દંડ ચૂકવશે
રોઇટર્સના અહેવાલ મુજબ, દંડની રકમ સ્ટ્રેડલિંગ પર્સનલ ઑડિયોની લૉ ફર્મ યોકા કાર્લસન એન્ડ રાઉથને ચૂકવવામાં આવશે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, તે આ નિર્ણયથી ખુશ છે. મેમાં દાખલ કરાયેલા મુકદ્દમા મુજબ બ્યૂમોન્ટ, ટેક્સાસ સ્થિત પર્સનલ ઑડિયોએ $33.1 મિલિયનના નુકસાનનું અનુરોધ કર્યું હતુ. તેણે પેટન્ટને લઈને 2015માં ગૂગલ પર સૌપ્રથમ કેસ કર્યો હતો, જે પાછળથી ટેક્સાસથી ડેલાવેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
સાન ફ્રાન્સિસ્કો જ્યુરીનો ચુકાદો
સ્માર્ટ-સ્પીકર ટેક્નોલોજીને લઈને કંપનીઓ વચ્ચે બૌદ્ધિક સંપદા વિવાદ વચ્ચે સાન ફ્રાન્સિસ્કોની જ્યુરીએ Google ને પેટન્ટના ઉલ્લંઘન માટે સોનોસને $32.5 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યાના એક મહિના કરતાં ઓછા સમયમાં ડેલાવેયરનો ચુકાદો આવ્યો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NlKEUuP
0 Comments