વ્યક્તિમાં રહેલી ક્રિએટિવીટી, ટેલેન્ડ દૂર દૂર સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાનો ખુબ જ ઉપયોગ થઈ રહ્યો છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય, તેનો અંદાજો કોઈપણ લગાવી શકતો નથી. ક્યારે કોઈ કારને હેલીકોપ્ટર બનાવી દે છે, તો કોઈ જુગાડ કરી ઈંટને કુલર બનાવી દે છે. ત્યારે વધુ એક ગજબનો જુગાડ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિએ પોતાના ટેલેન્ટનો ઉપયોગ કરી પાણીના ડ્રમને કૂલર બનાવી દીધું છે.

ડ્રમને કટીંગ કરીને ચારેકોરથી કુલરની જેમ ડિઝાઈન કર્યું

વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વ્યક્તિએ AC જેવી ઠંડક મેળવવા માટે એક પાણી માટેના પ્લાસ્ટિક ડ્રમને જ કુલર બનાવી દીધું છે. આ ડ્રમને કટીંગ કરીને ચારેકોરથી કુલરની જેમ ડિઝાઈન કરાયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અંદરની બનાવટ પણ તદ્દન કુલર જેવી બનાવાઈ છે. આમાં માત્ર કુલરની બોડીની જગ્યાએ પ્લાસ્ટિક ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર vikramv5840 નામના યુઝર્સે શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 6.9 લાખ યુઝર્સોની લાઈક મળી ચુકી છે. આ શખસનો જુગાડ લોકોને પણ ખુબ પસંદ આવ્યો છે અને લોકો આ વ્યક્તિની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, આને કહેવાય છુપાયેલું ટેલેન્ટ...



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8pZYbad