Image Source: Freepik
- અગાઉ YouTubeને મોનેટાઈઝ કરવા માટે ક્રિએટર્સ પાસે 1,000 સબ્સ્ક્રાઈબર્સ અને 4,000 watch hours હોવા જરૂરી હતા
નવી દિલ્હી, તા. 15 જૂન 2023, ગુરૂવાર
YouTube એ તાજેતરમાં જ પોતાના YouTube મોનેટાઈઝેશન ક્રાઈટેરિયામાં ફેરફાર કર્યો છે. તેનાથી નાના ક્રિએટર્સને પૈસા કમાવવામાં ઘણી મદદ મળશે. YPP માં સામેલ થવા માટે પહેલાથી જ નિર્ધારિત માપદંડ બદલવામાં આવ્યા છે. અગાઉ YouTubeને મોનેટાઈઝ કરવા માટે ક્રિએટર્સ પાસે 1,000 સબ્સ્ક્રાઈબર્સ અને 4,000 watch hours હોવા જરૂરી હતા. YouTube પોતાના YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) હેઠળ મોનેટાઈઝેશન પોલીસીમાં લોકોને થોડી છૂટ આપી રહ્યું છે.
આ છે નવી પોલિસી
- 500 સબ્સક્રાઈબર
- 3,000 watch hours
તમને જણાવી દઈએ કે, કંપની દ્વારા આ નવી પોલિસી માત્ર કેટલાક દેશોમાં જ લાગુ કરવામાં આવી રહી છે. આ નિયમ હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, તાઈવાન અને દક્ષિણ કોરિયામાં લાગુ કરવામાં આવી રહ્યો છે. YPP પાત્રતામાં ફેરફારો ઉપરાંત YouTube એ ક્રિએટર્સ માટે કમાણી કરવાની નવી સુવિધા રજૂ કરી છે. હવે નાના ક્રિએટર્સ માટે પેઈડ ચેટ, ટિપિંગ, ચેનલ મેમ્બરશિપ અને શોપિંગ ફીચર ઉપલબ્ધ છે.
શોટ્સ માટે પણ બદલ્યા નિયમ
કંપનીના જૂના નિયમ પ્રમાણે YouTube શોર્ટ્સ દ્વારા ચેનલ મેનિટાઈઝ કરાવા માટે 10 મિલિયન વ્યૂઝની જરૂર હતી. આ સાથે, 1,000 સબ્સ્ક્રાઈબર્સની જરૂર હતી. કંપનીએ તેને બદલીને 3 મિલિયન વ્યૂઝ કરી દીધા છે. અને 500 સબ્સ્ક્રાઈબર્સ કરી દીધા છે.
તાજેતરમાં જ કંપનીએ કર્યું હતું આ એલાન
જો તમે ઘરે બેઠા તમારા સ્માર્ટ ટીવી પર યુટ્યુબનો આનંદ માણો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. YouTubeએ તેના ટીવી સબસ્ક્રિપ્શનની કિંમત વધારવાનું એલાન કર્યું છે. YouTube દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, સતત વધતા કન્ટેન્ટની કિંમતને કારણે સબસ્ક્રિપ્શનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ યુઝર્સને ટીવી પર યુટ્યુબ જોવા માટે દર મહિને 64.99 ડોલરના બદલે દર મહિને 72.99 ડોલર ચૂકવવા પડશે. નવા સભ્યો માટે નવી કિંમતો 16 માર્ચથી શરૂ થઈ ગઈ છે. જ્યારે વર્તમાન સભ્યો માટે કિંમતમાં ફેરફાર 18 એપ્રિલથી શરૂ થશે. વધુમાં, કંપનીએ કહ્યું કે તેઓ તેમના 4K પ્લસ એડ-ઓનની કિંમત પ્રતિ માસ 19.99 ડોલર પ્રતિ માસ ઘટાડીને 9.99 ડોલર પ્રતિ માસ કરી રહ્યા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4cXrHop
0 Comments