![]() |
| Image Wikipedia |
તા. 5 જુલાઈ 2023, બુધવાર
20 વર્ષની મહેનત બાદ વૈજ્ઞાનિકોએ નર્કનો દરવાજા બનાવી દીધા છે. ધરતીમાં ચાલીસ હજાર ફુટ ઉંડા ખાડામાં હોલ કરી કેટલાક લોકોએ ભેગા મળી આ ખાડો તૈયાર કર્યો છે. હવે ખબર પડશે કે ધરતીની નીચે આટલી ઊંડાઈમાં શુ રહસ્ય છુપાયેલુ છે.
અહી તો માણસોએ જ નર્કનો દરવાજો બનાવી દીધો છે
સ્વર્ગ અને નર્કની વાત તો આપણે દરેક લોકોએ સાંભળી છે. કેટલાક લોકોનું કહેવું છે કે માણસના કર્મ પ્રમાણે તેને સ્વર્ગ અને નર્ક મળતો હોય છે. એટલે કે સારા કાર્યો કર્યા હોય તો સ્વર્ગમાં જવા મળે છે અને જો ખરાબ કર્મો કર્યો હોય તો નર્ક મળે છે. અને નર્ક અને સ્વર્ગની વાતો પણ દરેકને ખબર જ છે. પરંતુ અહી તો માણસોએ જ નર્કનો દરવાજો બનાવી દીધો છે.
ધરતીની નીચેનું રહસ્ય જાણવા માટે આટલો મોટો ખાડો ખોદવામાં આવ્યો છે
છેલ્લા વીસ વર્ષથી કેટલાય વૈજ્ઞાનિકો આ દરવાજો તૈયાર કરી રહ્યા હતા. અને હવે નર્કનો દ્વાર તૈયાર થઈ ગયો હતો. ધરતીથી 40 હજાર ફુટ નીચે કેટલાય મજુરોએ સાથે મળીને આ દરવાજો તૈયાર કર્યો છે. ધરતીના સૌથી મોટા ખાડાને નર્કનો દરવાજો બનાવવા જઈ રહ્યા છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ધરતીની નીચે આટલો મોટો ખાડો નીચેનું રહસ્ય જાણવા માટે જ ખોદવામાં આવ્યો છે.
શું છે આ ખાડાની અંદર
છેલ્લા વીસ વર્ષથી ખોદવામાં આવેલા આ ખાડામાં શું મળ્યુ તેના વિશે જાણવામાં દરેક લોકોને રસ હોય તે સ્વાભાવિક છે. આટલો ઊંડો ખાડો ખોદયા પછી તેનો 17 સેકન્ડનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. તેની અંદરથી અજીબો-ગરીબ અવાજ સંભળાય છે. વૈજ્ઞાનિકો હજુ પણ આ ખાડાને ઊંડો કરવા ઈચ્છે છે. પરંતુ તેના માટે જરુરી સામાન અને હીટ રેજિસ્ટેટ હોવુ જરુરી છે. પરંતુ આટલા ઊંડા ખાડામાં લગભગ 24 પ્રકારના ઘણા વર્ષો જૂના મૃત સિંગલ સેલ જીવો મળી આવ્યા છે. આ સિવાય 2.7 અબજ વર્ષ જૂના પથ્થરો પણ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકો સતત આ ખાડામાં છુપાયેલા વધુ રહસ્યો શોધવાની કોશિશ કરી રહ્યા છે. અને હવે થોડા જ સમયમાં કોઈ મોટો નવો ખુલાસાઓ બહાર આવી શકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6OojQYg

0 Comments