ભારત કલાઇમેટ ચેન્જની અસરને રોકવા માટે પુનઃપ્રાપ્ય ઉર્જાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં માટે પ્રયાસો કરી રહ્યું છે. એવામાં કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા રાજ્ય મંત્રી ભગવંત ખુબાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ અને ફ્રાંસની તાજેતરની સફળ મુલાકાતો પર વાત કરતા જણાવ્યું હતું કે, ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉર્જા મેળવાનું લક્ષ્ય નક્કી કર્યું જેને પૂર્ણ કરવા માટે આ મુલાકાત અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

280 ગીગાવોટ સૌર ઉર્જા મારફતે મળશે 

તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના પગલાઓમાંનું એક પુનઃપ્રાપ્ય ઉર્જા માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓની રજૂઆત છે, જેનો ઉદ્દેશ્ય ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ રૂ. 1500 કરોડની PLI શરૂ કરવામાં આવી છે જેમાં રૂ. 19500 કરોડના રોકાણ દ્વારા 65 GW ક્ષમતાની સ્થાપના કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં ભારતે કુલ 500 ગીગાવોટ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાંથી 280 ગીગાવોટ સૌર ઉર્જામાંથી આવશે.

રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન માટે 17500 કરોડનીફાળવણી 

સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાના ભારતના સમર્પણને અનુરૂપ, સરકાર રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન માટે રૂ. 17500 કરોડની PLI યોજના પણ અમલમાં મૂકી રહી છે. હાલમાં હાઇડ્રોજન યોજનાને સમર્થન આપવા માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જે ઉર્જા ક્ષેત્રે ભારતની ઝડપી પ્રગતિને વેગ આપશે. કેન્દ્રીય મંત્રીએ રૂફટોપ સોલાર માટેના નેશનલ પોર્ટલની પ્રથમ વર્ષગાંઠ અને ઓલ ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી એસોસિએશન (AIREA) ના સ્થાપના દિવસ પર હાજરી આપી હતી. આ દરમિયાન તેણે આ માહિતી આપી હતી. આ પ્રસંગને ભારતના રિન્યુએબલ એનર્જી ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે ઊર્જા સુરક્ષા અને ટકાઉપણું હાંસલ કરવા માટે દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bzWatOY