Image Source: Freepik

અમદાવાદ, તા. 21 જુલાઈ 2023 શુક્રવાર

અત્યારે પૃથ્વી પર 24 કલાકનો એક દિવસ હોય છે, પરંતુ અનુમાન છે કે આગામી વર્ષોમાં એક દિવસ 60 કલાકનો થઈ શકે છે. જાણો શું છે તેનું કારણ? તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે ચંદ્ર પૃથ્વીથી દૂર થતો જઈ રહ્યો છે.

ચંદ્રના દૂર થવાની સાથે જ પૃથ્વીનો દિવસ ધીમે-ધીમે દર વર્ષે લાંબો થતો જઈ રહ્યો હતો. ખગોળીય વૈજ્ઞાનિકોની એક ટીમે ખુલાસો કર્યો કે પૃથ્વીના દિવસની સતત લંબાઈ લગભગ એક અરબ વર્ષોથી જેમની તેમ છે. 

આ બે અબજ વર્ષ પહેલા અને 600 મિલિયન વર્ષ પહેલાની વચ્ચે થયુ હતુ જ્યારે ચંદ્રથી ગુરુત્વાકર્ષણ બળ સૂર્યથી ઉત્પન્ન થનાર એક અન્ય પ્રભાવથી પ્રભાવિત થઈ ગયુ હતુ. સંશોધનકર્તાઓનો દાવો છે કે જો તે સમયે આ ખગોળીય ઘટના આવી ન હોત તો પૃથ્વીનો દિવસ જે વર્તમાનમાં 24 કલાક લાંબો છે, તે 60 કલાકનો થઈ જાત. 

જ્યારે ચંદ્ર બન્યો હતો ત્યારે પૃથ્વી પર દિવસ 10 કલાકનો હતો પરંતુ ચંદ્ર દૂર જતો રહ્યો અને હવે આ 24 કલાક પર રોકાઈ ગયો છે. આમ તો હજુ પણ ચંદ્ર દર 100 વર્ષે લગભગ 1.7 મિલી સેકન્ડના હિસાબે દિવસનો વિસ્તાર ચાલુ છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pRWCnhD