
ISRO અગામી 14 જુલાઇએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરશે. લૉન્ચિંગની તારીખ નજીક આવતા જ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરની આસપાસ 14 જુલાઇ સુધી ખોદકામ અને બાંધકામ ગતિવિધિ પર રોક લગાવી દેવામાં આવી છે. આ રોક આજથી લાગુ કરી દેવામાં આવી છે.
ખોદકામ અને બાંધકામની પ્રવૃતિ રોકવામાં પાછળનું શું છે કારણ?
આ ગતિવિધિઓ એટલા માટે રોકવામાં આવે જેથી ISROની સંચાર લાઇન સુરક્ષિત રહે અને તેમાં લૉન્ચિંગ પહેલા ટેસ્ટ દરમિયાન કોઇ રીતની સમસ્યાઓનો સામનો કરવો પડે નહિ. ખોદકામ અને બાંધકામના કામ દરમિયાન ઓપ્ટિકલ ફાઇબર અને બીજી સંચાર લાઇનોને નુકસાન પહોચવાની સંભાવના રહે છે, માટે મુશ્કેલીથી બચવા માટે સતીશ ધવન સ્પેસ સેન્ટરની આસપાસ 9થી 14 જુલાઇ સુધી આ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શું છે આદેશ?
ISROની ટેલીકોમ્યુનિકેશન શાખા તરફથી જાહેર આદેશમાં કહેવામાં આવ્યું કે, ચંદ્રયાન-3ની લૉન્ચિંગ સંદર્ભમાં કોઇપણ ખલેલ વિના સ્થિર સંચાર જરૂરી બની ગયો છે અને હાલમાં પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે, તેમાં વધુમાં કહેવામાં આવ્યું કે રોકેટ લૉન્ચની સફળતા માટે જરૂરી છે કે 9-14 જુલાઇ દરમિયાન રસ્તા પહોળા કરવા, રસ્તાના સમારકામ અને અન્ય ખોદકામની પ્રવૃતિઓને કારણે ઓપ્ટિકલ ફાઇબર કેબલને નુકસાન ન થાય.
ISROને સંચાર સેવા ઉપલબ્ધ આ કંપનીના હવાલે
ISROના તમામ સ્પેસ સેન્ટરને જોડનારી સંચાર લાઇનોની દેખરેખનું કામ ભારતીય સંચાર નિગમ લિમિટેડના હવાલે છે. આ લાઇન શ્રીહરિકોટાની આસપાસથી પસાર થતા મુખ્ય માર્ગની નીચેથી આવે છે.
14 જુલાઇએ થશે ચંદ્રયાન-3નું લૉન્ચિંગ
ચંદ્રયાન-3ની લૉન્ચિંગ માટે 14 જુલાઇએ બપોરે 2.35 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પહેલા તેને 13 જુલાઇએ લૉન્ચ કરવાનું હતુ પરંતુ હવે તેના લૉન્ચિંગને એક દિવસ આગળ વધારી દેવામાં આવ્યું છે. ચંદ્રયાન-3નું લૉન્ચિંગ GSLV માર્ક 3 દ્વારા શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે. ચંદ્રયાન અને ચંદ્રયાન-2 બાદ હવે દેશનું આ ત્રીજુ ચંદ્ર મિશન છે, જેની પર દેશ સહિત દુનિયાની નજર ટકેલી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GIagxOD
0 Comments